<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 16th September 2024

દ્વારકામાં રહેણાંક મકાનમાં ખાતર પાડતાં તસ્‍કરોઃ દાગીના, રોકડ સહિત કુલ રૂ.૨.૯૦ લાખનો મુદ્દામાલ ચોરાયો

 (કૌશલ સવજાણી દ્વારા) જામ ખંભાળિયા, તા. ૧૬ : દ્વારકામાં નાગેશ્વર રોડ ઉપર આવેલી લેમન ટ્રી હોટેલ નજીક રહેતા વિશાલ જયંતીભાઈ લુવાણીયા ગામના અબોટી બ્રાહ્મણ યુવાનના રહેણાંક મકાનમાં ગત તારીખ ૧૪ સપ્‍ટેમ્‍બરના રોજ બપોરે ત્રણથી રાત્રે ૯ વાગ્‍યા સુધીના સમયગાળા દરમિયાન કોઈ તસ્‍કરોએ ઘરના ઓસરીના ડેલાના દરવાજાનું તથા ઘરનું તાળું તોડી અનઅધિકળત રીતે પ્રવેશ કર્યો હતો.

અહીં ઘરમાં રહેલા કબાટમાં રાખવામાં આવેલી સોનાની બે વીંટી તથા બુટી, સોનાની લકી, કાનના ઝુમર, પેન્‍ડલ, ગળામાં પહેરવાની સોનાની માદરડી વિગેરે મળી કુલ રૂપિયા ૨,૦૫,૦૦૦ ના સોનાના દાગીના ઉપરાંત અહીં રાખવામાં આવેલી રૂપિયા ૮૫ હજારની રોકડ રકમ મળી કુલ રૂપિયા ૨,૯૦,૦૦૦ ના મુદ્દામાલની ચોરી કરીને લઈ ગયા હોવાની ધોરણસર ફરિયાદ દ્વારકા પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે.

આ બનાવને અનુલક્ષીને પોલીસે જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, તસ્‍કરોને ઝડપી લેવા માટે વિવિધ દિશાઓમાં તપાસ આરંભી છે.

દ્વારકામાં મહિલા ઉપર હુમલો જેઠાણી, ભત્રીજી સામે ફરિયાદ

દ્વારકામાં શ્રીરામ બજાર, પૂર્વ દરવાજા બહાર રહેતા પ્રજ્ઞાબેન હરીશભાઈ વેગડ નામના ૫૩ વર્ષના કુંભાર મહિલા સાથે ઝઘડો કરી તેમના ભત્રી

ફરિયાદી પ્રજ્ઞાબેનના પતિએ આરોપીઓ સામે કોર્ટમાં સિવિલ દાવો દાખલ કર્યો હોય, તેનો ખાર રાખીને ઉપરોક્‍ત બનાવ બન્‍યો હોવાનું પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે. જે અંગે દ્વારકા પોલીસે આરોપી માતા-પુત્રી સામે જુદી-જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની કાર્યવાહી કરી હતી.

(1:26 PM IST)