News of Monday, 16th September 2024
વાંકાનેર હસનપરના ૨૨ વર્ષના રાજેશની ચેકડેમમાંથી લાશ મળીઃ માથામાં ઇજા
સરધારકાના ડેમમાંથી કોહવાયેલો મૃતદેહ મળતાં અરેરાટીઃ ફોરેન્સિક પોસ્ટમોર્ટમ

રાજકોટ તા. ૧૬: વાંકાનેરના હસનપર શક્તિપરામાં રહેતાં બાવીસ વર્ષના યુવાનની ચેડેમમાંથી લાશ મળી આવતાં માથામાં ઇજા દેખાતી હોઇ મોતનું કારણ જાણવા ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે મૃતદેહ રાજકોટ ખસેડાયો છે.
જાણવા મળ્યા મુજબ વાંકાનેર હસનપરામાં રહેતો રાજેશ પ્રેમજીભાઇ સોલંકી (ઉ.વ.૨૨) નામનો યુવાન બે દિવસ પહેલા ઘરેથી નીકળ્યા બાદ તેની લાશ નજીકના સરધારકા ગામના ચેકડેમમાંથી લાશ મળી આવતાં ચકચાર મચી ગઇ હતી. પરિવારજનોને જાણ થતાં કલ્પાંત સર્જાયો હતો. વાકાનેર તાલુકા પોલીસને જાણ થતાં ઘટના સ્થળે પહોંચી મૃતદેહ બહાર કઢાવી કાર્યવાહી કરી હતી. માથામાં ઇજાના નિશાન દેખાતા મૃત્યુ શંકાસ્પદ લાગતાં મૃતદેહને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે રાજકોટ ખસેડયો છે. મૃત્યુ પામનાર યુવાન બે ભાઇ અને બે બહેનમાં વચેટ હતો અને થેલા, બેગમાં ચેઇન ફીટીંગનું કામ કરતો હતો. પોલીસે વિશેષ તપાસ હાથ ધરી છે.
(11:54 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
