News of Monday, 16th September 2024
ઉમિયાધામ સિદસરમાં મહોત્સવની બુધવારે ઉમંગભરી ઉછામણી
કડવા પાટીદાર કુળદેવીમાં ઉમિયાના પ્રાગટયના ૧૨૫ વર્ષ નિમિતે ૨૫ થી ૨૯ ડીસેમ્બર શ્રી ૧ા શતાબ્દી મહોત્સવ યોજાશે ઉદ્યોગપતિ મોૈલેશભાઇ ઉકાણીનું મહોત્સવના પ્રમુખ તરીકે નેતૃત્વય બે દાયકામાં ૩૨૫ કરોડના સામાજીક- સેવાકીય કાર્યો થયાઃ પદયાત્રીકોના ૩૦ જેટલા સંઘ બુધવારે ઉમિયાધામ સિદસર પહોંચશેઃ ૧૧ કુંડી મહાયજ્ઞઃ સંસ્કારોનો વારસો જાળવવા સમાજની એકતા ૧ા શતાબ્દી મહોત્સવનું આયોજન

રાજકોટ તા.૧૬: ઉમિયાધામ સિદસર દ્વારા સિદસર ખાતે આગામી રપ થી ૨૯ ડીસેમ્બર ૨૦૨૪ માં ઉમિયા માતાજીનો ૧૨૫મો પ્રાગટય મહોત્સવ રંગે ચંગે ઉજવવાશે. જેની ઉમગભરી ઉછામણી ભાદરવી સુદ પૂનમ તા. ૧૮ સપ્ટે.ને બુધવારે સવારે ૯:૩૦ કલાકે ઉમિયાધામ સિદસર ખાતે યોજાશે. ઉમિયા માતાજી મંદિર સિદસર દ્રારા ૧૯૮૫માં માઁ ઉમિયાના મંદિરના પુનઃનિર્માણ સમયે પૂનઃ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાયેલ ત્યારબાદ ૧૯૯૯માં ઉમિયા માતાજીના પ્રાગટયના ૧૦૦ વર્ષ નિમિતે માઁ ઉમિયા શતાબ્દી મહોત્સવની ઉજવણી કરેલ ૨૦૧૨ ના રજતજયંતિ મહોત્સવના સફળ આયોજન બાદ આ માઁ ઉમિયા પ્રાગટયની ૧રપમાં વર્ષની ઉજવણી નિમિતે ઉમિયાધામ સિદસર ખાતે યોજાનારા શ્રી ૧ા શતાબ્દી મહોત્સવના પ્રમુખ તરીકે મૌલેશભાઈ ઉકાણીની વરણી કરવામાં આવી છે.
ઉમિયાધામ સિદસરના પ્રમુખ જેરામભાઈ/ વાંસજાળીયા, ચેરમેન મૌલેશભાઈ ઉકાણીએ જણાવ્યુ છે કે ૨૦૦૧ થી ૨૦૨૧ સુધી બે દાયકામાં ઉમિયાધામ સિદસર દ્વારા સૌરાષ્ટ્રના ૧ર જીલ્લા પ૮ તાલુકા અને ૭૪૦ ગામોમાં ઉમિયા માતાજી મંદિર સિદસર દ્વારા ઉમિયા સમળધ્ધી યોજના-૧ અને ર ના માધ્યમથી ૨૦ જેટલા શૈક્ષણીક સંકુલો, અતિથિભવનો, સામાજીક અને આરોગ્ય અને પર્યાવરણ ક્ષેત્રે વિવિધ કામગીરી ૩રપ કરોડ જેટલી રકમના સામાજીક કાર્યો થકી પાટીદાર સમાજના ઉત્થાન માટે કાર્યો થયા છે. ઉમિયા ધામના ઉપપ્રમુખો ચીમનભાઈ શાપરીયા અને જગદિશભાઇ કોટડીયાએ દાતાઓના અનુદાન સાથે સ્વયંસેવકોના શ્રમદાન થકી પાટીદાર સમાજના ઉત્કર્ષ માટે ર૦૨૪ ના મહોત્સવને સફળ બનાવવા યોગદાન આપવા હાંકલ કરી છે.
મેનેજીંગ ટ્રસ્ટી જયેશભાઈ પટેલે જણાવ્યુ હતુ કે સમગ્ર મહોત્સવના યજમાનોની ઉછામણીનો કાર્યક્રમ ભાદરવા સુદ પૂનમ તા. ૧૮ સપ્ટે. બુધવારે સવારે ૯:૩૦ કલાકે ઉમિયાધામ સિદસર ખાતે ટ્રસ્ટીઓ, દાતાઓ, શ્રેષ્ઠીઓ, આગેવાનો, કારોબારી સભ્યો, ઉમિયા પરિવાર સંગઠન સમિતિના સભ્યોની ઉપસ્થિતીમાં યોજાશે.
સંગઠન પ્રમુખ કૌશિકભાઇ રાબડીયા તથા કાર્યાલય મંત્રી નરસિંહભાઈ માકડીયાએ જણાવેલ કે આ વર્ષે પણ તા. ૧૮ના ૧૧ કુંડી મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યુ છે. આ મહાયજ્ઞમાં ભાગ લેવા ગામેગામથી ભાવિકો આવશે. આશરે ૩૦ થી ૩૫ હજાર પદયાત્રીકો, ભાવિકો માતાજીના દર્શનનો લ્હાવો લેશે. આ મહાયજ્ઞના યજમાન તરીકે શ્રીમતિ જયશ્રીબેન તથા ચંદુભાઈ ભીમજીભાઈ ગોપાણી, શ્રીમતિ પ્રવિણાબેન તથા જીતુભાઇ હંસરાજભાઈ ગોપાણી તેમજ ધ્વજા પૂજન વિધિના યજમાન તરીકે શ્રીમતિ શિતલબેન તથા જસ્મીનભાઈ જમનભાઈ હિંસુ, શ્રીમતિ ગીતાબેન તથા રવિભાઇ ગીરધરભાઇ કાનાણી, શ્રીમતી કિર્તીબેન તથા દિપકભાઈ અમરશીભાઇ ગોપાણી લ્હાવો લેશે.
(11:40 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
