News of Monday, 16th September 2024
સાયલા તાલુકાના સુદામડા ગામે ધડાધડ ૧૦ કરતા વધુ રાઉન્ડ ફાયરિંગ
સુદામડા ગામે ચાર-પાંચ કાર લઇને ખનિજ ચોરીની ફરીયાદ કરતા ઘર પર આવી જીવલેણ હુમલોઃ હાથમાં હથિયાર લઇને ધમકી આપી આખા ઘરને પતાવી દેતા વાર નહીં લાગે

(ફઝલ ચોૈહાણ દ્વારા) વઢવાણ તા.૧૬: સુરેન્દ્રનગર જીલ્લાનાં સાયલા તાલુકામાં ધડાધડ આશરે ૧૦, કરતા વધુ રાઉન્ડ ફાયરિંગની ઘટના સામે આવી છે, સાયલા પોલીસ ઘટનાસ્થળે દોડી જઇ પુરતો બંદોબસ્ત ગોઠવી પીડિત પરિવારને આશ્વાસન આપી પરિવારની ફરિયાદ નોંધી હતી,જેમાં સોતાજભાઈ હરીસિંહ યાદવ જાતે અનુ જાતી ઉમર વર્ષ,૪૭ ધંધો, ખેતી રહે.સુદામડા વાળાઓએ ગ્રામ પંચાયત પાસે તાલુકો ,સાયલા જીલ્લો સુરેન્દ્રનગર,તેઓએ રૂબરૂમા સાયલા પોલીસ સ્ટેશન જઇ ફરીયાદ કરેલ છે કે, મારા પરીવાર સાથે રહુ છું, અને ખેતીકામ કરી અમારૂ ગુજરાન ચલાવું છું, અને મારે સંતાનમાં એક દીકરો અને એક દીકરી છે, જેમાં સૌથી મોટો કુલદિપ છે, અને તેના પછી દિકરી કુમકુમબેન છે, અને મારી પત્ની નામે સમાબેન છે, અમે બધા સંયુક્ત કુટુંબમાં રહીએ છીએ અને હુ ધોરણ-૧૨ સુધી ભણેલો છુ, અને તારીખ,૧૪-૦૯-૨૦૨૪ના રોજ હું તથા મારી દીકરી કુમકુમબેન અમારા ઘરે હાજર હતા, તે દરમ્યાન આશરે રાત્રીના પોણા આઠ વાગ્યાની આજુબાજુમાં મારા મોબાઇલ નંબર-૯૯૨૪૫ ૪૫૨૦૦ વાળા નંબરમાં જશાપર ગામના કેહુભાઈ ગભુભાઈ ભરવાડનો મોબાઈલ નંબર, પરથી ૯૮૨૫૨ ૫૧૧૦૩ ઉપરથી મીસકોલ આવેલ જેથી મે તેઓને સામેથી ફોન કરતા આ કેહુભાઈ ગભુભાઈ ભરવાડે મને કહેલ કે તારી દીકરી કુમકુમને સમજાવી દેજે આ તારી દિકરી કુમકુમે મારી તેમજ જયપાલ ભાઈ ડોડીયા,સામતભાઈ ધુધાભાઈ ભરવાડ, સુરેશભાઈ કરશનભાઈ રબારી સુદામડાવાળા વિરૂધ્ધ ગેરકાયદેસર ખનીજ ચોરીની અરજીઓ કરેલ છે, તે અરજીઓ તારી દિકરી કુમકુમ પાછી નહી ખેંચે તો અમે બધા ભેગા થઇ તને અને તારા પરિવારને ખતમ કરવાની સોપારી તારા સુદામડા ગામના દેવેન્દ્ર ઉર્ફે ડેન્ડુ ભરતભાઈ બોરીચાની ગેંગને આપેલ છે, અને તને આજે જ તેનો જવાબ પણ મળી જશે તેમ કહી મને જેમફાવે તેમ ભુંડાબોલી ગાળો આપવા લાગેલ અને મને તથા મારા પરિવારને જાતિપ્રત્યે આપમાનીત શબ્દો બોલતાં મે મારો ફોન કાપી નાખેલ ત્યારબાદ રાત્રીના આશરે દસ સવા દસ વાગ્યે હું તથા મારી દીકરી કુમકુમબેન મારા ઘરે હાજર હતા તે દરમ્યાન કોઇએ મારા ઘરનો દરવાજો ખખડાવતા હું અમારા ઘરના ફળીયાની લાઇટ ચાલુ કરી દરવાજો ખોલવા ગયેલ અને મારી દિકરી કુમકુમબેન મારી પાછળ પાછળ આવતા હતા, તે દરમ્યાન મે મારા ઘરનો દરવાજો ખોલેલ તો મારા ઘરના પગથીયા ઉપર એક વીસ થી પચ્ચીસ વર્ષની ઉંમરનો અજાણ્યો માણસ ઉભો હતો હું તેની સાથે કાંઈ બોલવા જાવ તે દરમ્યાન જ અમારા ગામના સ્મશાન બાજુથી આવી મારા ઘરના દરવાજા સામે એક સફેદ કલરની બોલેરો ગાડી, બે સફેદ જેવા કલર ની સ્વીફ્ટ ગાડી, એક સફેદ કલર જેવી અલ્ટો ગાડી એમ ચારેય વાહનો આવીને ઉભા રહેલ અને સફેદ કલરની બોલેરો ગાડીની ડ્રાઇવીંગ સીટ ઉપરથી અમારા સુદામડા ગામના દેવેન્દ્રભાઈ ઉર્ફે ડેન્ડુ ભરતભાઈ બોરીચા જાતે-કાઠી દરબાર હાથમાં બંદુક લઈ નિચે ઉતરેલ અને તેની સાથેના તેના આશરે ૧૦ થી ૧૫ સાગરીતો પણ નિચે ઉતરેલ જેમાં ચાર પાંચ જણાના હાથમાં બંદુક જેવા હથિયારો હતા અને આ દેવેન્દ્ર અને તેના સાગરીતોએ મારી અને મારી દિકરી સામે બંદુક જેવા હથીયારો તાકી જાનથી મારી નાખવા તથા જાતીય અપમાન કરી ભૂંડા બોલે ગાળો આપી કેશુભાઈ ગભુભાઈ ભરવાડ તથા જયપાલભાઇ ડો ડીયા રહે.સાયલા તથા સામતભાઈ ઘુધાભાઈ ભરવાડ રહે. જશાપર તથા સુરેશભાઈ કરશનભાઈ રબારી રહે.સુદામડા વાળા વિરૂધ્ધ ગેર કાયદેસર ખનીજ ચોરીની અરજીઓ કરેલ છે. તે બધી અરજીઓ પાછી લઈલે નહીતર અને તારા ઘરના બધા ને પતાવી દેતા વાર નહીં લાગે તેમ કહી ભુંડાબોલી ગાળો આપી જાતિ પ્રત્યે અપમાનિત કરી એકદમ ઉશ્કેરાઈ જઈ મને તથા મારી દીકરી કુમકુમબેનને જાનથી મારી નાખવાના ઇરાદે અમારા ઉપર તેઓની પાસેના બંદુક જેવા હથીયારોથી ધાડધાડ આડેધડ ફાયરીંગ કરવા લાગેલ જેથી હું અને મારી દિકરી અમારો જીવ બચાવી ઝડપથી અમારા મકાનના બીજા માળે ચડી ગયેલ અને સાયલા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરેલ અને આ વખતે અમે જોયેલ તો આ બધા માણસો પોતાના વાહનો લઇ અમારા ગામની પંચાયત તરફ ભાગી ગયેલ હતા, ત્યારબાદ મારી બાજુમાં રહેતો મારો નાનો ભાઈ પ્રવીણભાઈ આવી જતા હું તથા મારી દીકરી કુમકુમબેન નીચે ઉતરી તેઓને મળી બનાવની વાત કરેલ અને આ બનાવ બનવાનું કારણ એવુ છે કે મારી દીકરી કુમકુમબેને કેહુભાઈ ગભુભાઈ ભરવાડ, જયપાલભાઈ ડોડીયા, સામતભાઈ ધુધાભાઈ ભરવાડ, સુરેશભાઈ કરશનભાઈ રબારી સામે ગેરકાયદેસર ખનીજ ચોરી કરતા હોવાની અરજીઓ કરેલ તે બાબતનુ મનદુખ રાખી આ તમામ આરોપીઓએ રાત્રીના અંધારાનો લાભ ઉઠાવી ફરીયાદીના ઘર પર આશરે ૧૦ કરતા વધુ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું.
(11:07 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
