News of Monday, 16th September 2024
ધોરાજીમાં દાઉદી વ્હોરા સમાજ દ્વારા ઇદે મિલાદુન નબીની ઉજવણી

ધોરાજીઃ દાઉદી વ્હોરા સમાજ દ્વારા ઈદે મિલાદુન નબીની શાનદાર ઉજવણી કરાઈ આજ રોજ જશને ઈદે મિલાદુન નબીની ધોરાજીના દાઉદી વ્હોરા સમાજ દ્વારા ભવ્ય પ્રોસેસન મિલાદુન નબી મુબારક બહારપુરા વ્હોરા વાડમાં તૈયબી મસ્જિદથી લઈ નદીબજાર અલગ અલગ વિસ્તારમાં પસાર થયેલું હતું સંઘારીયા બજાર ચોક બદરી મસ્જિદ આ પુરૂ થયું હતું ત્યાર બાદમાં ભવ્ય ન્યાજ વાઇઝનો પ્રોગ્રામ રાખેલ હતો હર્ષ ઉલ્લાસની સાથે ઈદે મિલાદુન નબીની ઉજવણી કરી હતી ધોરાજી દાઉદી વ્હોરા સમાજના તમામ સભ્યોએ ઉજવણી કરેલ. ધોરાજીના તમામ દાઉદી વ્હોરા સમાજના સભ્યો તથા આગેવાનો પ્રમુખ સાહેબ શેખ અબ્દુલ કાદિરભાઈ તથા વાલી મુલા પ્રોફેસર હુસૈનભાઈ ઘોઘારી તથા સેક્રેટરી મુરતજાભાઈ ઘોઘારી, દાઉદ વ્હોરા સમાજ સહિતના લોકો હાજર રહેલા હતા. (તસ્વીર-અહેવાલઃ ધર્મેન્દ્ર બાબરીયા-ધોરાજી)
(9:53 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
