તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 13th September 2024
વિંછીયામાં મામલતદારનું મોટું ઓપરેશન : ૨૦ દુકાનો ઉપર બુલડોઝર ફેરવી દેવાયુ
કરોડોની જમીન ખુલ્લી કરાવાઇ : લોકોના ટોળેટોળા

રાજકોટ તા. ૧૩ : આજરોજ વીંછિયા મામલતદારે ૨૦ દુકાનો પર બુલડોઝર ફેરવી દઈ કરોડોની જમીન ખુલ્લી કરાવી હતી.
વીંછીયામાં દિવસેને દિવસે રોડ સાંકડો થતો અને દરરોજની ટ્રાફિકની સમસ્યા સર્જાતી હતી. રોડ પર ટ્રાફિકની સમસ્યાને ધ્યાનમાં રાખીને માર્ગ મકાન વિભાગ દ્વારા પણ કામગીરી કરાઈ હતી.
વિંછીયા સેવાસદન રોડ પર આવેલ દુકાનોનું ડીમોલેશન કરવામાં આવ્યું હતું. વિંછીયા પોલીસ, મામલતદાર તેમજ માર્ગ મકાન વિભાગ દ્વારા કામગીરી હાથ ધરાઇ હતી.
આગામી દિવસોમાં પણ રોડ પર તમામ જગ્યાએ ગેરકાયદેસર દબાણવાળું બાંધકામોનું ડિમોલેશન હાથ ધરવામાં આવશે તેમ અધિકારી સૂત્રોએ ઉમેર્યું હતું.(
(3:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
