<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 13th September 2024

જુનાગઢ દાતાર બાપુના ઉર્ષમાં ચુસ્‍ત બંદોબસ્‍ત ગોઠવતા એસપી હર્ષદ મહેતા

 

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા., ૧૩:  જુનાગઢ નિચલા દાતાર તેમજ ઉપલા દાતાર ખાતે મહાપર્વ ઉર્ષ નિમિતે જુનાગઢ એસપી હર્ષદ મહેતા દ્વારા ચુસ્‍ત પોલીસ બંદોબસ્‍ત ગોઠવવામાં આવેલ છે.

જેમાં દાતારની સીડીથી લઇ ઉપલા દાતારની જગ્‍યા સુધી એસપી હર્ષદ મહેતા ખુદ બંદોબસ્‍તનું સુપરવિઝન કરી રહયા છે અને તેમના માર્ગદર્શન હેઠળ ડીવાયએસપી હિતેષ ધાંધલ્‍યા તેમજ ર પીઆઇ તથા ૬ પીએસઆઇ ૬પ પોલીસ કર્મીઓ ૪૦ હોમગાર્ડના જવાનો ૧પ ટીઆરબી સહીતના રાઉન્‍ડ ધ કલોક બંદોબસ્‍ત જાળવશે.

અને લોકો હાલમાં ચાલી રહેલ ગણેશ મહોત્‍સવ અને ઉર્ષના તહેવાર શાંતિપુર્ણ માહોલમાં ઉજવી શકે તે માટે એસપી હર્ષદ મહેતા સતત નિચલા દાતાર ઉપલા દાતારની સીડી સુધી વિઝીટ કરી રહયા છે.

આજે રાત્રે દાતાર બાપુના અમુલ્‍ય આભુષણોની ચંદનવિધિ થનાર છે. ત્‍યારે સવારથી જ પોલીસ દ્વારા ચુસ્‍ત બંદોબસ્‍ત ગોઠવી દેવાયો છે.

(2:15 PM IST)