<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 13th September 2024

પોરબંદમાં આવતીકાલે સી.આર.પાટીલના હસ્‍તે જિલ્લા ભાજપનું નવનિર્મિત અટલ ભવનનું ઉદ્‌ધાટન

 

અતિથિ વિશેષ પ્રદેશ સંગઠન મહામંત્રી રત્‍નાકરજી, કેન્‍દ્રીય મંત્રી ડો. મનસુખભાઇ માંડવિયા તેમજ પ્રદેશ મહામંત્રી વિનોદભાઇ ચાવડા, રાજયસભા સાંસદ રામભાઇ મોકરિયા જિલ્લા સંગઠન પ્રભારી પ્રદીપભાઇ ખીમાણી પૂર્વ સાસ્‍઼દ રમેશ ધડુક જિલ્લા પ્રભારી કુંવરજીભાઇ બાવળિયા  ધારાસભ્‍ય અર્જૂનભાઇ મોઢવાડીયા પૂર્વ કેબીનેટ મંત્રી બાબુભાઇ બોખીરીયા જિ.પ. પ્રમુખ પરબતભાઇ પરમાર ઉપસ્‍થિત રહેશે

(પરેશ પારેખ દ્વારા)  પોરબંદર તા. ૧૩ : જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા નવનિર્મિત જિલ્લા કાર્યાલય અટલ ભવન નું શનિવારે મંગલ ઉદ્ધાટનમાન. પ્રદેશ અધ્‍યક્ષશ્રી ગુજરાત પ્રદેશ ભાજપ શ્રી સી.આર.પાટીલ સહીત પદાધિકારીઓ ની હાજરીમાં ભવ્‍ય કાર્યક્રમપોરબંદર જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા નવનિર્મિત જિલ્લા કાર્યાલય અટલ ભવન નું મંગલ ઉદ્ધાટન વિક્રમ સંવત ૨૦૮૦ ભાદરવાસુદ અગિયારસ તા. ૧૪-૯-૨૦૨૪ (શનિવાર) ના રોજ મા. શ્રી સી.આર. પાટીલ પ્રદેશ અધ્‍યક્ષ ગુજરાત પ્રદેશ ભાજપ અને કેન્‍દ્રીય મંત્રીશ્રી જળ શક્‍તિ વિભાગ) ના વરદ હસ્‍તે કરવામાં આવશે.

અતિથિ વિશેષ તરીકે સંગઠન મહામંત્રી ગુજરાપ્રદેશ ભાજપ માન. શ્રી રત્‍નાકરજી, સાંસદશ્રી અને કેન્‍દ્રીયમંત્રીશ્રી ડો. મનસુખભાઇ માંડવીયા ખાસ ઉપસ્‍થિત રહેશે. તેમજ ગુજરાતપ્રદેશ મહામંત્રીશ્રી વિનોદભાઈ ચાવડા, રાજ્‍યસભા સાંસદ રામભાઈ મોકરિયા, પોરબંદર જિલ્લા સંગઠન પ્રભારી  પ્રદીપભાઈ ખીમાણી, પૂર્વસાંસદ  રમેશભાઈ ધડુક, પોરબંદર જિલ્લા પ્રભારીમંત્રી શ્રી કુંવરજી બાવળીયા, ધારાસભ્‍યશ્રી અર્જુનભાઈ મોઢવાડીયા, પૂર્વ કેબિનેટમંત્રીશ્રી બાબુભાઇ બોખીરીયા, પોરબંદર જિલ્લા પંચાયત પ્રમુખ પરબતભાઇ પરમાર અતિથિ વિશેષ તરીકે ઉપસ્‍થિત રહેશે.

 પોરબંદર જિલ્લા ભાજપ અધ્‍યક્ષ  શ્રી રમેશભાઈ ઓડેદરા (પટેલ) અશોકભાઈ મોઢા(મહામંત્રી) શ્રી ખીમજીભાઈ મોતીવરસ (મહામંત્રીશ્રી),  શ્રી નિલેશભાઈ મોરી (મહામંત્રીશ્રી) એ એક યાદીમા ઉપસ્‍થિત રહેવા ં નિમંત્રણ પાઠવ્‍યું છે.

(2:13 PM IST)