તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 13th September 2024
મોરબીમાં જુના ઘુંટુ રોડ અને ભડીયાદ ગામે જુગારના દરોડાઃ મહિલા સહિત ૮ પકડાયા
વરલીના આંકડા લેતા બે શખ્સોને બી ડીવીઝન અને તાલુકા પોલીસે ઝડપી લીધા

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી,તા. ૧૩: મોરબી તાલુકા પોલીસે ભડિયાદ ગામે રામપીરના ઢોરા પાસે તેમજ જુના ઘુંટુ રોડ ઉપર ડેકો ગોલ્ડ સિરામિક પાસે દરોડો પાડી જાહેરમાં જુગાર રમતી એક મહિલા સહિત આઠ જુગારીઓને પકડી પાડી ૭૭,૬૦૦ રોકડા કબ્જે કરી જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.
પ્રથમ દરોડામાં મોરબી તાલુકા પોલીસે ભડિયાદ ગામે રામપીરના ઢોરે જાહેરમાં જુગાર રમતા આરોપી ગાંડુ બાજુભાઇ ઇંટોદરા, સીરાજ અમીરઅલી પોપટીયા, જશુસુજાભાઇ ઇટોંદરા, હીતેષ અતુલભાઇ ત્રીવેદી અને યાસ્મીનબેન ઉર્ફે આરતીબેન શૈલેષભાઇ અગેચણીયાને રોકડા રૂપિયા ૬૭,૫૦૦ સાથે તીનપતિ રમતા ઝડપી લીધા હતા.
બીજા દરોડામાં પોલીસે જુના ઘુંટુ રોડ ઉપર ડેકો ગોલ્ડ સિરામિક નજીક જાહેરમાં જુગાર રમતા આરોપી સુનીલ રતિભાઈ રાઠોડ, નાથા બહાદુરભાઇ થરેશા અને ગાંડુ નારણભાઇ ટીડાણીને તીનપતિનો જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા ૧૦,૧૦૦ સાથે ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી હતી.
તેમજ સીટી બી ડિવિઝન પોલીસે શિવમ હોસ્પિટલ નજીક જાહેરમાં વરલી મટકાના આંકડા લખી જુગાર રમાડી રહેલા આરોપી વિમલભાઈ વલ્લભદાસ વાગડીયા રહે.ભવાની ચોક મોરબી વાળાને રોકડા રૂપિયા ૨૧૪૦ સાથે ઝડપી લીધો હતો. જયારે મોરબી તાલુકા પોલીસે જેતપર ગામના બસસ્ટેન્ડ પાસેથી આરોપી રફીક હસનભાઈ કટિયા રહે.કાંતિનગર મોરબી વાળાને વરલી મટકાનો જુગાર રમાડતા ઝડપી લઈ વરલી મટકાનું સાહિત્ય અને રોકડ રૂપિયા ૪૧૦ સાથે ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.
(2:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
