<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 13th September 2024

વેરાવળના કોગ્રેસ ના બે આગેવાનીની પાલિકાના પ્રભારી તરીકે નિમણુંક

(દિપક કક્કડ દ્વારા) વેરાવળ, તા.૧૩:  વેરાવળ શહેરના કોંગ્રેસના બે આગેવાનો ગુજરાતમાં કોંગ્રેસમાં આગવું સ્‍થાન ધરાવે છે તે બંને આગેવાનોની નગરપાલિકાના પ્રભારી તરીકે નિમણુંક કરાયેલ છે.

વેરાવળ શહેર લોહાણા સમાજના અગ્રણી તેમજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મંત્રીના વર્ષોથી કોંગ્રેસ સાથે જોડાયેલ જયકરભાઈ ચોટાઈની ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમીતી દ્વારા માણાવદરમાં તેમજ મુસ્‍લીમ સમાજના આગેવાન નુરસતભાઈ પંજાની માંગરોળ નગરપાલિકામાં આગામી ચુંટણીને લઈને પ્રભારી તરીકે નિમણુક કરાયેલ છે.

(1:52 PM IST)