તા. ૧૩ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક વદ – ૯ ગુરૂવાર
News of Friday, 13th September 2024
ભાવનગરમાં રૂા. ૨.૫૮ લાખના ડ્રગ્સ સાથે એક ઝડપાયો

ભાવનગર,તા. ૧૩: રેન્જ આઇ.જી.પી.શ્રી ગૌતમ પરમાર અને ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક ડો.હર્ષદ પટેલ એ ભાવનગર જીલ્લામાં નાર્કોટીક્સ ડ્રગ્સની બદીને સંપુર્ણ નેસ્તનાબુદ કરવા માટે ભાવનગર જિલ્લા તથા રાજ્ય માંથી ચોરી છુપીથી નાર્કોટીકસ ડ્રગ્સ લાવી ભાવનગર શહેરમા ઘુસાડી યુવાધનને નશાના અંધકારમાં ધકેલવાની ઙ્કવ્રુતિ કરતા ઇસમો ઉપર વોચ રાખી તેવી ઙ્કવ્રુતિ અટકાવવા કડક હાથે ઝુંબેશ સ્વરૂપે કામગીરી કરવામાં આવી રહી છે.
ભાવનગર એસ.ઓ.જી.ના પોલીસ ઇન્સ્પેકટર ડી.યુ. સુનેસરા ના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી પોલીસે બાતમીના આધારે શહેરના ભરતનગર વિસ્તારમાં રહેતા હનીફભાઇ સુલતાનભાઇ બેલીમ ઉ.વ ૪૮ ના ઘરમા દરોડો પાડી મેફેડ્રોન -MD ડ્રગ્સ જેનુ વજન- ૨૫.૮૪૦ ગ્રામ કિ.રૂ. ૨,૫૮,૪૦૦ તથા બે મોબાઇલ ફોન કિ.રૂા.૧૦,૦૦૦ વિગેરે સહીતનો કુલ મુદ્દામાલની કુલ કિ.રૂા.૨,૬૮,૪૦૦ ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી છે.
(12:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
