News of Friday, 13th September 2024
વાંકાનેર પંથકમાં અતિ ભારે વરસાદ બાદ કૃષિ રાહત સહાય પેકેજની માંગ

(મહમદ રાઠોડ દ્વારા) વાંકાનેર તા. ૧૩ :.. વાકાનેર પંથકમાં અતિ ભારે વરસાદ એ નદી નાલા વોકળા માર્ગોને પણ ધોવાણ કરી નાખ્યું હોય ત્યારે સ્વાભાવિક છે કે ગ્રામ્ય વિસ્તારમાં પણ ખેડૂતોને કીમતી બિયારણ સાથે ચોમાસુ પાક મા નુકસાન થયું છે. જેના અનુસંધાને ખેડૂત ચિંતક કળષિ સહાય અંગે તાલુકા પંચાયતના જિજ્ઞાસાબેન મેરે લેખિતમાં રજૂઆત કરી છે. તાલુકામાં ઓગસ્ટ ૨૦૨૪ મા વરસેલા ભારે વરસાદથી તાલુકા પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં પાકો અને વાવેતરમાં ભારે વરસાદના કારણે નુકસાન થયું હોય જેથી તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન શ્રીમતી જિજ્ઞાસાબેન મેર ભગવાનજીભાઈ મેર અને દામજીભાઈ ધોરીયા દ્વારા ગાંધીનગર ખાતે કળષિ કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલ અને કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવરીયા ને રૂબરૂ મળી લેખિતમાં રજૂઆત કરી ખેડૂત ચિંતક પ્રશ્ન હલ કરવા માટે નુકસાન ની ભરપાઈ સાથે યોગ્ય વળતરની માંગણી કરી છે.
(12:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
