તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 13th September 2024
ઉનામાં પોલીસ દ્વારા ફલેગ માર્ચ

ઉના : હાલમાં ગણેશ ઉત્સવ ચાલી રહ્યો છે. અને આગામી દિવસો માં ઈદ નો તહેવાર પણ આવતો હોય ગીર સોમનાથ જિલ્લા ના પોલીસ અધિક્ષક ની સૂચનાથી પોલીસ ઇન્સ્પેકટર રાણા અને પોલીસ સ્ટાફે ઊના શહેર ના વિવિધ સંવેદનશીલ વિસ્તારોમાં શહેર ના મુખ્ય માર્ગો ઉપર અને ગણેશ ઉત્સવ ના પંડાલો ની મુલાકાત લઈ ફૂટ પેટ્રોલીંગ કરી ફલેગ માર્ચ યોજી લોકો ને ભાઈચારથી તહેવારો ઉજવવા, શાંતિ જાળવવા અપીલ કરી હતી. પોલીસ ફલેગ માર્ચ પેટ્રોલીંગની તસ્વીર. (તસ્વીર : નવીનભાઈ જોશી ઊના)
(12:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
