<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 13th September 2024

ઓખાના દરિયાકિનારે સિધ્‍ધિવિનાયક ગણપતિ મહારાજ મંદિરે ૨૧૦૦ લાડુના અન્‍નકૂટ

ઓખાઃ દરિયા કિનારે અતિ પૌરાણિક સિદ્ધિ વિનાયક ગણપતિ મહારાજના મંદિરે ૨૧૦૦ લાડુના અન્નકૂટ ના દર્શન રાખવામાં આવેલ.ઓખા ખાતે દરિયા કિનારે અતિ પૌરાણિક સિદ્ધિ વિનાયક ગણપતિ મહારાજનું મંદિર આવેલ છે.અહીંયા લગભગ છેલ્લા ૩૫ વર્ષથી અન્નકૂટના દર્શન રાખવામાં આવે છે.આ મંદિરમાં ગણપતિ મહારાજ હાજરા હજૂર છે અને ગામના લોકો ખુબ મોટી સંખ્‍યામાં અહીંયા આરતી અને દર્શન કરવા માટે આવે છે. રસિકભાઈ જોષી છેલ્લા ૩૫ વર્ષથી સેવા આપે છે.ગણપતિ મહારાજ ના શણગાર રસિકભાઈ જોષી તથા આશિષભાઈ વાયડા બંને સાથે મળીને કરેલ.આરતી માં વિજયભા માણેક તેમજ ગામના આગેવાનો એ પણ અન્નકૂટ ના દર્શન કરી મંત્રમુગ્‍ધ થયા હતા. (તસ્‍વીર-અહેવાલઃ ભરત બારાઇ-ઓખા)

(11:04 AM IST)