તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 13th September 2024
પોરબંદર તાલુકાના ૧પ ગામોના ૪૩૪ કુટુંબોને ર૧.પ૦ લાખની ઘર વખરી માટે સહાય ચુકવાઇ
અતિવૃષ્ટિ બાદ તાલુકા વિકાસ અધિકારીની ટીમ દ્વારા જરૂરિયાતમંદ પરિવારોને સહાય લાભ માટે સર્વે કરાયો હતો

પોરબંદર તા. ૧૩: તાલુકાના ૧૫ ગામના ૪૩૪ કુટુંબોને ૨૧.૫૦ લાખની ઘરવખરી સહાય ચૂકવાઇ છે. જિલ્લા વિકાસ અધિકારી શ્રીના માર્ગદર્શન હેઠળ તાલુકા વિકાસ અધિકારીની ટીમે સર્વેની કામગીરી કરી જરૂરીયાત મંદ પરિવારોને સરકારની સહાયનો લાભ આપ્યો છે.
પોરબંદર જિલ્લામાં જુલાઈ માસ અને ઓગસ્ટ માસ દરમિયાન વરસાદ પડ્યો હતો. જિલ્લામાં પડેલ વરસાદના કારણે મોટાભાગના ગ્રામ્ય પંથકમાં લોકોના સ્થળાંતર કરવામાં આવ્યા હતા, અને આશ્રય સ્થાનમાં અસરગ્રસ્તોનું સ્થળાંતર કરી ભોજન તથા આરોગ્યની તકેદારી લેવામાં આવી હતી. ભારે વરસાદની સ્થિતિમાં જિલ્લા કલેક્ટર શ્રી એસ. ડી. ધાનાણી પણ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઇ તેઓ માટે ભોજન અને આરોગ્ય સહિતની સુવિધાઓ પૂરી પાડવા સૂચના આપી હતી. અને વરસાદે વિરામ લીધો હતો, જેથી અસરગ્રસ્ત વિસ્તારોમાં જરૂરીયાત મંદ પરિવારોના ઘરોમાં પાણી ઘૂસી જવાના કારણે ઘરની ઘરવખરી પાણીમાં પલળી જતા તેઓને થયેલ નુકસાનીની સહાય આપવાની સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી હતી.
જિલ્લા વિકાસ અધિકારી શ્રી કે. બી. ઠકકર અને તાલુકા વિકાસ અધિકારી આર પી મકવાણાની ટીમ દ્વારા સર્વેની કામગીરી કરવામાં આવી હતી. પોરબંદર તાલુકામાં અસરગ્રસ્ત ગામોમાં સર્વે કરાયો હતો. ૧૫ જેટલા ગામોમાં લોકોના ઘરોમાં પાણી ઘૂસી જવાના કારણે સર્વે કરી ૪૩૪ કુટુંબોને સહાય ચૂકવવામાં આવી છે.
(11:02 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
