તા. ૪ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક સુદ – ૧૪ મંગળવાર
News of Friday, 13th September 2024
જામનગરમાં દગડુશેઠ ગણપતિ મહોત્સવમાં ગણેશજીની મૂર્તિને ૫૫૧ મિટરની મહાકાય તિરંગી હાલારી પાઘડી પહેરાવી ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ સર્જવાનો દાવો : ૧૧,૧૧૧થી વધુ મોદક બનાવાયા
અગાઉ આ ગ્રુપ દ્વારા ૮ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ સર્જવામાં આવ્યા : આ વર્ષે બીજા બે વર્લ્ડ રેકોર્ડ સર્જી જામનગરનું નામ વિશ્વ ફલક પર ચમકાવવાનો પ્રયાસ

જામનગરઃ જામનગરમાં દગડુશેઠ ગણપતિ મહોત્સવ અંતર્ગત એઇટ વન્ડર ગ્રુપ દ્વારા ૫૫૧ મિટરની મહાકાય તિરંગી હાલારી પાઘડી પહેરાવી ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ સર્જવાનો દાવો કર્યો છે. સાથે સાથે ગણપતિને પ્રિય ૧૧,૧૧૧થી વધુ મોદક લાડુ બનાવી પ્રસાદ સ્વરૂપે ધરાવવામાં આવ્યા છે. અગાઉ આ ગ્રુપ દ્વારા ૮ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ સર્જવામાં આવ્યા છે. ત્યારે આ વર્ષે બીજા બે વર્લ્ડ રેકોર્ડ સર્જી જામનગરનું નામ વિશ્વ ફલક પર ચમકાવવા પ્રયાસ કરવામાં આવ્યો છે.(અહેવાલ-મુકુંદ બદિયાણી,તસવીર- કિંજલ કારસરીયા, જામનગર)
(10:03 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
