તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 13th September 2024
જેતપુર-જામકંડોરણા વિધાનસભા વિસ્તારના છ મુખ્ય રસ્તાઓના કામ માટે રૂ.૧૦૫ કરોડ મંજુર કરતા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ
પોરબંદર સાંસદ ડૉ.મનસુખભાઈ માંડવિયા અને ધારાસભ્ય જયેશભાઈ રાદડિયાની સફળ રજૂઆત

(કિશોરભાઈ રાઠોડ દ્વારા) ધોરાજી:જેતપુર-જામકંડોરણા વિધાનસભા વિસ્તારના છ મુખ્ય રસ્તાઓના કામ માટે રૂ.૧૦૫ કરોડ મંજુર કરતા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ
કેન્દ્રીય મંત્રી અને પોરબંદર સાંસદ ડૉ.મનસુખભાઈ માંડવિયા અને ધારાસભ્ય જયેશભાઈ રાદડિયાની સફળ રજૂઆત થઇ છે
જેતપુર-બગસરા રોડ, જામકંડોરણા-ખજુરડા-ટીંબડી-અરણી-ભાયાવદર-ખારચિયા રોડ, જેતપુર-મેવાસ-દૂધીવદર-જામકંડોરણા રોડ, ગોંડલ-ત્રાકુડા- જામકંડોરણા રોડ, જેતપુર-નવાગઢ સીટી લીમીટ રોડ, જેતપુર-નવાગઢ રોડ ઉપર રેલવે ક્રોસિંગ હયાત નાળાને અંડરબ્રીજ બનાવવાનો સમાવેશ થાય છે
જેતપુર-જામકંડોરણાના પ્રજાજનો વતી માનનીય મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ નો આભાર વ્યક્ત કરતા : માંડવિયા-રાદડિયા
જેતપુર-જામકંડોરણા વિધાનસભા વિસ્તારના ભારે વરસાદને કારણે રોડ રસ્તાની સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવા માટે કેન્દ્રીય મંત્રી અને પોરબંદર સાંસદ ડો.મનસુખભાઈ માંડવિયા અને ધારાસભ્ય જયેશભાઈ રાદડિયાની દ્વારા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને રજુઆત કરતા મુખ્યમંત્રીએ રજૂઆતને ધ્યાને લઇ રૂપિયા ૧૦૫ કરોડ રસ્તાઓને નવીનીકરણ માટે મંજૂરી આપેલ છે.
આ તકે જેતપુર-જામકંડોરણાના પ્રજાજનો વતિ માનનીય મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલનો પોરબંદર સાંસદ ડો.મનસુખભાઈ માંડવિયા અને ધારાસભ્ય જયેશભાઈ રાદડિયાએ આભાર માન્યો છે
(12:29 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
