તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 12th September 2024
દ્વારકા જિલ્લાના વધુ ૨૭ પોલીસની આંતરિક બદલી

જામ ખંભાળિયા,તા.૧૨: દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જુદા જુદા પોલીસ મથકમાં ફરજ બજાવતા કુલ ૨૭ એ.એસ.આઈ., હેડ કોન્સ્ટેબલ વિગેરેના સામુહિક બદલીઓ ના ઓર્ડર જિલ્લા પોલીસ વડા દ્વારા કરવામાં આવ્યા છે.
જેમાં એ.એસ.આઈ. તરીકે અહીંની સીપીઆઈ કચેરી ખંભાળિયાના કેશુરભાઈ ભાટિયાને ભાણવડ, એસ.ઓ.જી.ના હરદેવસિંહ ગુમાનસિંહ જાડેજાને સલાયા મરીન, ખંભાળિયા પોલીસ મથકના ચંદ્રસિંહ ગુમાનસિંહ જાડેજાને કલ્યાણપુર ખાતે બદલવામાં આવ્યા છે. આ સાથે વાડીનાર, સલાયા, દ્વારકા, કલ્યાણપુર, વિગેરે જુદી જુદી કચેરીઓમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ, એલ.આર. વિગેરેની પણ બદલી કરાઈ છે.
(11:03 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
