તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 12th September 2024
ગોંડલ યાર્ડમાં ચાઇનાનુ લસણ મુંબઇથી આવ્યાની વેપારીની કેફીયત
યાર્ડમાં લવાયેલા ચાઇનાના લસણને એફએસએલમાં મોકલાયુ : ખરાઇ બાદ ગુન્હો નોંધાશે

(જીતેન્દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ તા. ૧૨ : ગોંડલ માર્કેટ યાર્ડમાં પાંચ દિવસ પહેલા ચાઇનાનું પ્રતિબંધિત લસણ મળી આવ્યા બાદ પોલીસે તપાસ હાથ ધરી લસણનું સેમ્પલ એફએસએલમાં મોકલી આપ્યુ છે.ચાઇનાનું લસણ ગોંડલ માર્કેટ યાર્ડમાં મળી આવ્યા ની ઘટનાનાં દેશભરમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા. દેશભરનાં યાર્ડમાં વેપારીઓ હરરાજી બંધ રાખી વિરોધ દર્શાવ્યો હતો.
ગોંડલ યાર્ડમાં પાંચ દિવસ પહેલા લસણની આવક સાથે રૂા.૧.૮૦ લાખની કિંમત નુ ચાઇનાનુ લસણ ઘુસી આવ્યુ હોય યાર્ડનાં કર્મચારીનું ધ્યાન જતા તેણે ચેરમેનને જાણ કરતા પ્રતિબંધિત એવા ચાઇનાનાં લસણ અંગે ભાંડાફોડ થવા પામ્યો હતો.
દરમિયાન લસણ અંગે યાર્ડની વેપારી પેઢી અમુલ એન્ટરપ્રાઇઝનાં પ્રફુલભાઈ ચનિયારાએ બી ડિવિઝન પોલીસને જાણ કરાતા પીઆઇ જે.પી.ગોસાઈ, રાઈટર અલ્પેશભાઈ સહિત દોડી આવી ચાઇનાનાં લસણનો જથ્થો મોકલનારા ઉપલેટાનાં અરતાફ ઉર્ફ અલ્તાફભાઇ સામે જાણવા જોગ ફરિયાદ લઇ તેની પુછપરછ કરતા લસણ મુંબઈથી તેના મિત્ર અફઝલભાઇએ મોકલાવ્યાનું જણાવતા પોલીસે મુંબઈ તપાસનો દૌર લંબાવ્યો છે.
પોલીસ સુત્રો અનુસાર ઉપલેટા યાર્ડમાં અલ્તાફભાઇ લસણ, જીરૂ સહિતની જણસીઓનો વેપાર કરેછે. ગોંડલ યાર્ડ માં તેમની જણસીઓ વેંચાવા આવે છે.
મુંબઈનાં અફઝલભાઇ પાસેથી અલગઅલગ જણસીઓ તેવો મંગાવતા હોય લસણ મંગાવ્યું હોય લસણનાં જથ્થામાં ચાઇનાનું લસણ આવ્યાનું પુછપરછમાં અલ્તાફભાઇએ જણાવ્યું હતુ.
પોલીસે ચાઇનાનાં લસણનું સેમ્પલ એફએસએલને મોકલી બાકીનાં જથ્થાને સીલ કર્યુ છે. એફએસએલ પરીક્ષણમાં લસણ ચાઇનાનું હોવાનું બહાર આવશે તો ગુન્હો નોંધી કાર્યવાહી કરાશે તેવું પીઆઇ ગોસાઇ એ જણાવ્યું હતુ.
ચાઇનાનાં લસણ પર ભારત સરકાર દ્વારા વર્ષ ૨૦૦૬ માં દેશભરમાં પ્રતિબંધ મુકાયો છે. આ અંગે યાર્ડનાં ચેરમેન અલ્પેશભાઈ ઢોલરીયાએ જણાવ્યુ કે ચાઇનાનાં લસણમાં એક જાતનું ફંગસ થતુ હોય અને વાયરસ ફેલાતો હોય તેના પર પ્રતિબંધ મુકાયો હતો. બીજુ દેશી લસણથી પ્રમાણમાં સસ્તુ હોય સ્થાનિક ખેડુતોને નુકશાન થતુ હોય તેનો વિરોધ કરાયો હતો.
(10:47 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
