News of Wednesday, 11th September 2024
અંજારની ઈલેક્ટ્રિક ગેઝેટ્સ બનાવતી જીનસ કંપનીમાં ભીષણ આગ: 500થી વધુ શ્રમિકોને હેમખેમ બહાર કઢાયા
ફાયર બ્રિગેડ અને પોલીસ કાફલો ઘટના સ્થળે: આગ ક્યાં કારણોસર લાગી તેના વિશે હજુ ચોક્કસ જાણકારી નથી મળી

કચ્છ જિલ્લાના અંજારમાં આવેલી ઈલેક્ટ્રિક ગેઝેટ્સ બનાવતી જીનસ નામની કંપનીમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. આ બાબતની જાણ થતાં ફાયર બ્રિગેડ અને પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. જ્યાં 500થી વધુ શ્રમિકોને હેમખેમ બહાર કાઢવામાં આવ્યા હતા.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, અંજારમાં આવેલી ઈલેક્ટ્રોનિક ગેઝેટ્સ બનાવતી જીનસ નામની કંપનીમાં આજે બપોરના સમયે અગમ્ય કારણોસર આગ ભભૂકી ઉઠી હતી. જે સમયે કંપનીમાં આગ લાગી, તે સમયે ત્યાં 500થી વધુ શ્રમિકો હાજર હતા.
આ બાબતની જાણ થતાં અંજાર પોલીસ મથક તેમજ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. જ્યાં સ્થાનિકોની મદદથી સૌ પ્રથમ કંપનીમાં રહેલા શ્રમિકોને બહાર કાઢવામાં આવ્યા હતા. જે બાદ પાણીનો સતત મારો ચલાવીને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવી લીધો હતો. કંપનીમાં ક્યા કારણોસર આગ લાગી તેના વિશે હજુ ચોક્કસ જાણકારી નથી મળી.
(12:47 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
