News of Tuesday, 10th September 2024
જામનગરના એડવોકેટ હારૂન પલેજાના હત્યાના કેસમાં રાજકોટના અનિલભાઇ દેસાઇની સ્પે.પી.પી. તરીકે નિમણુંક

અનિલભાઇ દેસાઇ સ્પે.પબ્લીક પ્રોસીકયુટર
રાજકોટ,તા. ૧૦: જામનગર ના ‘એડવોકેટ હારૂન પલેજા' ખૂન કેસમા સ્પેશ્યલ પબ્લીક પ્રોસ્યુકયુટર તરીકે રાજકોટના સીનીયર એડવોકેટ શ્રી અનીલભાઇ દેસાઇ ની નિમણુંક થયેલ છે.
ગત તા.૧૩/૦૩/૨૦૨૪ ના સાંજના સમયે જામનગર વાછાણી મીલ બેડીના ઢાળીયા પાસે ‘એડવોકેટ હારૂન પલેજા'નાઓનુ આરોપીઓ(૧) રજાક ઉર્ફે સોપારી (૨) બશીરભાઈ સાચચા (૩) સિંકદરભાઇ ઉર્ફે સિકલો સાયચા (૪) દિલાવર કકલ (૫) સુલેમાન કકલ (૬) રમજાનભાઈ સાયચા (૭) ઇમરાન સાયચા (૮) એજાઝ સાયચા (૯) ગુલામ સાયચા (૧૦) મહેબુબ સાયચા (૧૧) ઉંમર ચમડીયા (૧૨) શબીર ચમડીયા (૧૩) અસગર સાયચા વિગેરે દ્વારા કાવતરૂ રચી ત્રિક્ષણ હથિયાર વડે ખૂન કરવામાં આવેલ, સદરહુ કેસમા સ્પેશ્યલ ઇન્વેસ્ટીગેશન ટીમના પોલીસ ઇન્સપેકટર શ્રી એન.એ ચાવડા નાઓએ આરોપી વિરૂધ્ધ કોર્ટમાં ચાર્જશીટ કરવામા આવેલ,
સરકારના કાયદા વિભાગમાં આ કેસમા સિનીયર એડવોકેટ, બાહોશ, પ્રમાણિક, કાયદાના તલસ્પર્શી, અભ્યાસુ, સરકાર પક્ષે કેસ ચલાવનાર અભ્યાસુ એડવોકેટને સ્પેશ્યલ પબ્લીક પ્રોસીકયુટર તરીકે નિમણૂંક કરવા માટે વકિલ મંડળ તથા આમ પ્રજા તરફથી રજુઆત થયેલી,જેના અનુસંધાને રાજયના કાયદા વિભાગે રાજકોટના પુર્વ જીલ્લા સરકારી વકિલ અને પબ્લીક પ્રોસીકયુટર, રાજકોટ બાર એસોશીએશનના પુર્વ પ્રમુખ, રાજકોટના એડવોકેટ શ્રી અનીલભાઇ દેસાઇ ની સ્પેશ્યલ પબ્લીક પ્રોસીકયુટર તરીકે નિમણૂક કરેલ છે.
રાજકોટના સીનીયર એડવોકેટ શ્રી.અનીલભાઇ દેસાઇ એ સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છ ના સંખ્યાબંધ ચકચારી કેસોમા સ્પેશ્યલ પબ્લીક પ્રોસીકયુટર તરીકે તેમની ફરજ બજાવેલ છે અને ચકચારી કેસોમા ખૂંખાર -કુખ્યાત ગુન્હાગારોને સજાઓ કરાવેલ છે.અનીલભાઇ દેસાઇ હાલમાં સ્પેશ્યલ પબ્લીક પ્રોસીકયુટર તરીકે સૌરાષ્ટ્ર કચ્છ ના મહત્વના જીલ્લાના જામનગર, મોરબી, રાજકોટ, પોરબંદર, અમરેલી,કચ્છ-ભુજ સહિતાના જીલ્લાઓમા સરકાર તરફે સ્પેશ્યલ પબ્લીક પ્રોસીકયુટર તરીકે સંખ્યાબંધ કેસોમા નિમણૂંક થયેલ છે.
અત્રે એ ઉલ્લેખનીય છે કે,ગુજરાત રાજય સરકાર દ્રારા અગાઉ સંખ્યાબંધ ચકચારી કેસો મા સ્પેશ્યલ પબ્લીક પ્રોસીકયુટર તરીકે શ્રી અનીલભાઇ દેસાઇની નિમણૂંક કરવામા આવેલી છે તેઓ કાયદાની આંટીઘુંટી આગવી કુનેહ સુલટાવતા સદરહુ ખૂન કેસમા સૌરાષ્ટ્રના જાણીતા ધારાશાષાી શ્રી અનીલભાઇ દેસાઇની નિમણૂંક થી સદરહુ ખૂન કેસમા સંડોવાયેલ આરોપીમા ફફડાટ મચી જવા પામેલ છે.
(12:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
