તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Tuesday, 10th September 2024
ગોંડલમાં ગણેશ મહોત્સવ અને ઇદ-એ-મિલાદની ઉજવણી મુદ્દે પોલીસ સ્ટેશનમાં જયપાલસિંહ રાઠોડની અધ્યક્ષતામાં મિટીંગ યોજાઇ

ગોંડલ સીટી પોલીસ સ્ટેશન ખાતે શ્રી નાયબ પોલીસ મહાનિરીક્ષક જયપાલસિંહ રાઠોડ રાજકોટ ગ્રામ્યનાઓની અધ્યક્ષતામાં ગણેશ ઉત્સવ સ્થાપના તથા આગામી તા.૧૬/૦૯/૨૦૨૪ ના રોજ મુસ્લીમ તહેવાર ઇદ-એ-મિલાદ તહેવાર ની ઉજવણી અંગે હીન્દુ મુસ્લીમ સમાજના આગેવાનોની મીટીંગ રાખવામાં આવેલ હતી. આ મીટીંગમાં કુલ ૪૫ જેટલા હિન્દુ- મુસ્લિમ આગેવાનો હાજર રહેલ હતા. જેમાં ફતેમામદભાઇ નુરસુમાર, પ્રકાશ ભાઈ ઠકરાર અબ્બાસભાઇ સદીકોટ, મુસ્લીમ આગેવાન રજાકભાઇ કાથરોટીયા, અફઝલ પરીયટ, આબેદીનભાઇ હીરાણી તથા નલીનભાઇ જડીયા, હિતેશભાઈ રાવલ તથા મનસુખભાઇ સખીયા, દિનેશભાઇ પાતર, દિનેશભાઇ માધડ, મહમદભાઈ ટીકડ, ધમભાઇ નવીનભાઈ રાજપરા ગણેશ ઉત્સવ સ્થાપના કરનાર વિગેરે મળી ૪૫ આગેવાનો હાજર રહેલા અને તેઓને તાજેતરમાં સુરત ખાતે બનેલ બનાવ અંગે જરૂરી સમજ કરી અને આવા બનાવો ગોંડલ શહેર તથા તાલુકા વિસ્તારમાં ન બને તે માટે જરૂરી સુચનો કર્યા તેમજ ઇદ-એ-મિલાદનાં તહેવારની ઉજવણીમાં હાલમાં ગોંડલ સીટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગણેશ સ્થાપના થયેલ હોય જેઓ પણ ગણેશ વિસર્જન નાં દિવસે ઇદ-એ-મિલાદનું ઝુલુસ હિન્દુ મુસ્લિમ આગેવાનોની સમજુતીથી બંને જુલુસ-શોભાયાત્રા એક રૂટ ઉપર ભેગા ન થાય તે રીતે આયોજન કરવામાં આવ્યુ તેમજ કોઇ અસામાજીક તત્વો દ્રારા કોઇ ઉશ્કેરણીજનક સોશ્યલ મીડીયામાં પોસ્ટ વાયરલ ન કરે તેમજ કોઇ જગ્યાએ તોડફોડ ન કરે અને શાંતિ બની રહે સરકારશ્રી ગાઈડ લાઈનની સમજ કરેલ તેમજ કોમી એકતા રાખી અરસ-પરસ સહકાર આપી શાંતિ પુર્વક તહેવારની ઉજવણી કરવા અપીલ કરવામાં આવેલ હતી આ મિટીંગમાં શ્રી ના.પો.અધિ.સા. મુખ્ય મથક રાજકોટ ગ્રામ્ય, તથા શ્રી ના.પો.અધિ.સા. જેતપુર તથા ગોંડલ સીટી બી-ડીવી પો.સ્ટે. પો.ઇન્સ.શ્રી તથા ગોંડલ તાલુકા પો.સ્ટે. પો.ઇન્સ. વિ. હાજર રહેલ હતા. કલાક-૧૯/૧૫ વાગ્યે મિટીંગ પુર્ણ કરેલ હતી. (તસ્વીરઃ ભાવેશ ભોજાણી-ગોંડલ)
(12:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
