<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 10th September 2024

મુખ્‍યમંત્રી અને રાજ્‍યપાલના હસ્‍તે જસદણના જુના પીપળીયા તાલુકા શાળાના આશિષભાઇ રામાણીને શ્રેષ્‍ઠ શિક્ષણ એવોર્ડ

(ધર્મેશ કલ્‍યાણી દ્વારા) જસદણ તા.  ૧૦: રાષ્‍ટ્રીય શિક્ષક દિવસે શિક્ષણ વિભાગ દ્વારા ગુજરાત રાજ્‍યના ૨૮ શિક્ષકોને ‘રાજ્‍ય કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક'સમારોહમાં ઉપસ્‍થિત રાજ્‍યપાલ આચાર્ય દેવવ્રત,  મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્રભાઈ પટેલ, શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડીંડોર તથા ફુલભાઈ પાનશેરીયા, શિક્ષણ અગ્ર સચિવ મુકેશ કુમાર, નિયામક એમ.આઈ.જોષી તથા અમદાવાદ મેયર પ્રતિભાબેન જૈનના વરદ હસ્‍તે એનાયત કરવામાં આવ્‍યો હતો. જેમાં આ વર્ષે સૌરાષ્‍ટ્ર ઝોનમાંથી રાજકોટ જિલ્લામાં પ્રાથમિક વિભાગમાંથી આશિષભાઈ વિઠ્ઠલભાઈ રામાણીની પસંદગી થઈ હતી. જસદણ તાલુકાની શ્રી જુના પીપળીયા તાલુકા શાળામાં ફરજ બજાવતા આશિષભાઈ રામાણી કે જેઓ ગીત-સંગીત, રમતગમત, અભિનય, વેશભૂષા, વિજ્ઞાન-ટેકનોલોજી, વેસ્‍ટમાંથી બેસ્‍ટ, પક્ષી દર્શન, પ્રત્‍યક્ષ મુલાકાત, સંગ્રહાલય, રમકડાં વગેરે ક્ષેત્રે બાળકોને અવારનવાર વિવિધ પ્રવળત્તિઓ તેમજ પ્રોજેક્‍ટ દ્વારા અનુભવજન્‍ય અને વાસ્‍તવિક શિક્ષણ આપવાનો પ્રયાસ કરતા રહ્યા છે.

ટોય ફેર અને  એનસીએસસી સ્‍પર્ધામાં નેશનલ કક્ષાએ, તો ઇનોવેશન ફેર, ઇકો ફેર, ખેલ-મહાકુંભ, કાવ્‍ય ગાન સ્‍પર્ધા, ચિત્ર સ્‍પર્ધામા રાજ્‍ય કક્ષાએ ઉચ્‍ચ સ્‍થાન પ્રાપ્ત કરી શાળા તેમજ સમગ્ર રાજકોટ જિલ્લાનું ગૌરવ વધારેલ છે. પર્યાવરણ ક્ષેત્રે પણ નાનપણથી જ બાળકો જાગળત બને તે માટે વિવિધ કાર્યક્રમો, પ્રકળતિ શિબિર, પર્યાવરણ શિક્ષણ પ્રોગ્રામ, વિવિધ દિવસોની ઉજવણી વગેરેમાં સક્રિય રહીને શિક્ષણ કાર્ય કરી રહ્યા છે. નેશનલ એજ્‍યુકેશન ઈનોવેશન એવોર્ડ, કલા રત્‍ન એવોર્ડ, ડો.રાધાકળષ્‍ણન રાષ્‍ટ્રીય શિક્ષક સેવારત્‍ન એવોર્ડ, ગિજુભાઈ બધેકા રાષ્‍ટ્રીય શિક્ષક સન્‍માન, વિદ્યાવાહક સન્‍માન,શિક્ષક રત્‍ન પુરસ્‍કાર વગેરે એવોર્ડ મળ્‍યાં છે. જસદણ વહિવટી તંત્ર,જિલ્લા પંચાયત, શિક્ષણ વિભાગ-જસદણ, સાણથલી ક્‍લસ્‍ટર પરિવાર, જુનાપીપળીયા ગામ,કોરકમીટી અને શાળા પરિવાર,શ્રી લેઉઆ પટેલ કર્મચારી મંડળ અને રામાણી પરિવાર-જસદણ દ્વારા સન્‍માનિત કરવામાં આવ્‍યાં છે.આ તકે  પારિતોષિક મેળવવામાં મદદરૂપ અને માર્ગદર્શક અધિકારીઓ, સમગ્ર શાળા પરિવાર, વાલીગણ, તથા શિક્ષક મિત્રો અને તમામ શુભેચ્‍છકોનો  આશિષભાઈ રામાણીએ આભાર વ્‍યક્‍ત કર્યો હતો.

(11:29 AM IST)