News of Tuesday, 10th September 2024
છ મહીનામાં મોરબીના ઉદ્યોગોએ ૧૫ પીડીતોનો ભોગ લીધાનો દાવો
મોરબી હવે ઓળખાશે સીલીકોસીસ સીટી તરીકે, નહીં કે સીરામીક સીટી, જાણો કારણ..

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી,તા. ૧૦: સીલીકોસીસ પીડીત સંઘ, મોરબી સીલીકોસીસ દર્દીઓ માટે લડત ચલાવી રહ્યું છે અને મોરબીના ઉદ્યોગોએ છેલ્લા છ મહિનામાં ૧૫ પીડિતોના ભોગ લીધા હોવાનો દાવો સંસ્થાએ કર્યો છે.
સીલીકોસીસ પીડિત સંઘની યાદીમાં જણાવ્યા અનુસાર સિરામિકમાં મજુરી કરવાને કારણે સીલીકોસીસનો ભોગ બનેલ પ્રકાશભાઈના પત્ની જ્યોતિબેનને પતીની સારવાર પાછળ દાગીના વેચવા પડયા અને ગુજરાન ચલાવવા ૨ લાખનું દેણું પણ કરવુંપડ્યું, ૩ નાના બાળકો છે એમને હવે એકલે હાથે ઉછેરવા કેમ તેની ચીંતા જ્યોતિબેનને કોરી ખાય છે. મોં ફાડીને ઉભેલા આ સવાલોના જવાબ આપનાર કોઇ નથી. જે કંપનીઓનું કામ કરતાં પ્રકાશભાઇનો જીવ ગયો તે તેમને વળતર ચુકવશે?
૩ મહીના પહેલા જ પ્રકાશભાઇના સગાભાઈ ભરતભાઈ માર્ચ ૨૦૨૪માં એજ સીલીકોસીસથી મળત્યુ પામ્યા અને એમના ઘરની પરીસ્થિતી પણ એવી જ છે. સમલીના કરશનભાઈના પરીવાર અને મોરબી વિક્રમભાઈના પરીવારે તો ૧૦-૧૦ લાખથી વધુ રૂપિયાનો દેણામાં નાખ્યા પછી પણ પોતાના લાડકવાયાને બચાવી શકયા નથી.
મહીના દીઠ મળત્યુના આંક આ મુજબ છે. ફેબ્રુઆરી - ૨, માર્ચ - ૩, એપ્રિલ - ૩, મે - ૧, જુન -૩ , જુલાઇ - ૩ એવી રીતે કુલ ૬ મહીનાના સીલીકોસીસથી મળત્યુની આંકડા ૧૫ થાય. આ ૧૫ પરીવારમાં મુખ્ય કમાનાર જ મોતને ભેટયા હોવાનું સંસ્થા જણાવી રહી છે.
(11:16 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
