તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Tuesday, 10th September 2024
જૂનાગઢ જિલ્લામાં વધુ ૨ મહિલા સહિત ૫૮ શખ્સને જુગાર રમતા ઝડપાયા
પોલીસે ખેલીઓ પાસેથી રોકડ સહિત ૩,૧૭,૧૬૦નો મુદ્દામાલ કબ્જે કર્યો

(વિનુ જોષી દ્વારા) જૂનાગઢ તા. ૧૦: જૂનાગઢ જિલ્લામાં પોલીસે મેંદરડા, વંથલી, શીલ, ચોરવાડ અને માળીયા હાટીના વિસ્તારમાંથી વધુ ૨ મહિલા સહિત ૫૮ જુગારી શખ્સને જુગાર રમતા ઝડપી લઇ પોલીસે રોકડ સહિત રૂપિયા ૩,૧૭,૧૬૦નો મુદ્દામાલ કબજે લઈ તોરણસરને કાર્યવાહી હાથ ધરી હતી.
વંથલી પીએસઆઇ વાય. બી. રાણા અને તેમની ટીમે તાલુકાના શાપુરમાં મિલની પાછળના ભાગે આવેલ ઓરડીની બહાર લાઇટના અજવાળે જુગાર રમી રહેલા ગીજુ ઉર્ફે કાળુ રામા પરમાર સહિત ૪ શખ્સ, ૨ મહિલાને રૂપિયા ૧૫,૦૬૦ની રોકડ સાથે તેમજ ઘંટીયા ગામના સાવન કિશોર ગોઠી સમાજના ડેલામાં જુગાર રમાડતો હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડીને સાવન કિશોર સહિત ૧૦ શખ્સને પોલીસે રૂપિયા ૭૯,૧૫૦ની રોકડ અને ૧૦ મોબાઇલ ફોન સહિત કુલ રૂપિયા ૧,૨૯,૧૫૦ના મુદ્દામાલ સાથે જુગાર રમતા પકડી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મેંદરડા મહિલા પીએસઆઇ એસ. એન. સોનારા સહિતના પોલીસ સ્ટાફે દેવગઢ ગામમાંથી ૪ શખ્સને ૫,૮૭૯ની રોકડ સાથે જુગાર રમતા પકડી લીધા હતા.
ચોરવાડ પોલીસે ટાઉનમાંથી ૯ શખ્સને રૂપિયા ૫૦,૭૧૦ના મુદ્દામાલ સાથે તથા જડકા ગામેથી પણ ૪ શખ્સને રૂપિયા ૪૯૦૦ની રોકડ સાથે જુગાર ખેલતા પકડી પાડ્યા હતા.
માળિયા હાટીના પોલીસે અકાળા ગામમાંથી ૮ શખ્સને ૧૦,૩૬૦ની રોકડ સાથે જુગાર રમતા ઝડપી લીધા હતા.
શીલ પોલીસે ફરંગટા ગામેથી ૨ શખ્સને ૬,૫૩૦ સાથે, શીલ ગામમાંથી ૩ શખ્સને ૯,૫૯૦ની રોકડ સાથે અને ચંદવાણા ગામે કનકસિંહ સામત જાદવના મકાનમાંથી ૮ શખ્સને પોલીસે રૂપિયા ૮૪,૯૯૦ના મુદ્દામાલ સાથે જુગાર રમતા ઝડપી લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
(11:07 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
