News of Tuesday, 10th September 2024
વાંકાનેરમાં ઇદે મિલાદ અને ગણેશ મહોત્સવ માટે પોલીસ તંત્ર એલર્ટ

(લિતેશહ ચંદારાણા દ્વારા) વાંકાનેર તા.૧૦: મોરબી જિલ્લા પોલીસ વડાની સુચના અને નાયબ પોલીસ અધ્યક્ષક ના માર્ગદર્શનથી વાંકાનેર શહેરના સીટી પીઆઇ એચ વી ધેલા ની સૂચનાથી વાંકાનેર શહેર પોલીસ સ્ટેશનના વિસ્તારોમાં પીએસઆઇ ડી.વી. કાનાણી સહિત સમગ્ર પોલીસ સ્ટાફ પરિસ્થિતિને ધ્યાન રાખી વિવિધ વિસ્તારોમાં ગણપતિ મહોત્સવ અંતર્ગત ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું હાલ હિંદુ મુસ્લિમ સમાજના તહેવારો અંતર્ગત પરિસ્થિતિને ધ્યાને રાખી સમગ્ર વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત સાથે કડક પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું છે શાંતિપૂર્વક હિન્દુ મુસ્લિમ સમાજના તહેવારો ઈદે મિલાદ અને ગણેશ મહોત્સવ દર વર્ષની જેમ કોમી એકતાના પ્રતીક ઉજવાય તેમ વાંકાનેર સહિત સમગ્ર રાજ્યમાં પોલીસ તંત્ર ફરજના ભાગે તહેવારો અંતર્ગત કડક બંદોબસ્ત સાથે પેટ્રોલિંગ કરી રહી છે તેમાં વાંકાનેર સિટી પોલીસના મહિલા પીએસઆઇ ડી.વી.કાનાણી સહિત નો પોલીસ કાફલો તસવીરમાં દ્રશ્યમાન થાય છે
(10:53 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
