<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 10th September 2024

ભાવનગરમાં ધારાસભ્‍ય જીતુભાઇ વાઘાણીના જન્‍મદિન નિમિતે કાલે નિઃશુલ્‍ક મેડિકલ કેમ્‍પ

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગરઃ ધારાસભ્‍ય જીતુભાઈ વાઘાણીના જન્‍મદિન નિમિતે આગામી ૧૧/૯/૨૦૨૪ બુધવાર ના રોજ નિઃશુલ્‍ક મેડિકલ કેમ્‍પ યોજાશે. ભાવનગર શહેરની વિવિધ સાત સંસ્‍થાઓમાં સામાજિક સંસ્‍થાઓના દિવ્‍યાંગ બાળકો, વળધ્‍ધજનો, રક્‍તપિત કોલોની વિગેરે સંસ્‍થાના કુલ ૧૧૦૦ લોકો માટે ભોજન સંભારંભ થશે.  જીતુભાઈ વાઘાણીના પરિવાર તરફથી લોકોને બેતાળા નંબરના ચશ્‍મા આપવામાં આવશે.

પૂર્વ કેબિનેટ મંત્રી અને પૂર્વ ભાજપા અધ્‍યક્ષ અને ભાવનગર પヘજિેમાં શહેરની સર તખ્‍તસિંહજી હોસ્‍પિટલ સેવા આપશે. અને જ્‍યારે શ્રી તાપીબાઈ આર્યુવેદિક હોસ્‍પિટલના તબીબો મારફત હઠીલા રોગો, વા, સંઘિવા, આમવાત, અપચો, અમ્‍લપિત, કબજિયાત, ચામડીના રોગો તથા એલર્જીના રોગો, બાળ રોગોની વિશેષ આર્યુવેદિક સારવાર તેમજ નિઃશુલ્‍ક દવાઓ આપવામાં આવશે અને વાઘાણી પરિવાર દ્વારા બેતાળા નંબરના ચશ્‍માનું વિતરણ કરવામાં આવશે. આ મેડીકલ કેમ્‍પમાં શહેરના શ્રેષ્ઠીઓ,ઉધોગપતિઓ, વેપારીઓ, ડાયમંડ ક્ષેત્રના વેપારીઓ, રાજકીય આગેવાનો, સામાજીક આગેવાનો, વિવીધ જ્ઞાતિના આગેવાનો,પાર્ટીના કાર્યકર્તાઓ ઉપસ્‍થિત રહેશે. લોકોને આ નિશુલ્‍ક મેડીકલ કેમ્‍પનો બહોળો લાભ લેવા વાઘાણી પરિવાર અનુરોધ કરે છે.

(10:31 AM IST)