News of Tuesday, 10th September 2024
ડિવાઇડર સાથે બાઇક ટકરાતા માંગરોળના પ્રૌઢનું સારવારમાં મૃત્યુ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ૧૦: માંગરોળમાં શાપુર રોડ વિસ્તારમાં રહેતા મંગલસિંગ માયાસિંગ સીકલકર ૮ સપ્ટેમ્બરના રોજ સાંજે પોતાના મોટરસાયકલ ઉપર જઈ રહ્યા હતા.
ત્યારે માંગરોળ તાલુકાના આરેણા ગામે સુપરવડ વાડી વિસ્તાર પાસે માંગરોળ વેરાવળ પોરબંદર હાઇવે રોડ પર ડિવાઇડર સાથે મોટરસાયકલ અથડાતા મંગલસિંગને ગંભીર ઇજા થવાથી સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન મળત્યુ થતાં માંગરોળ મરીન પોલીસે આગળની કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી છે.
(10:30 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
