તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Tuesday, 10th September 2024
હળવદમાં ગણપતિ બાપાના દર્શન કરવા ગયેલા પરિવારના મકાનમાં ચોરી
તસ્કરો અડધો કલાકમાં જ કળા કરી ગયા, ૨.૬૬ લાખના દાગીના ચોરાયા

(દીપક જાની દ્વારા)હળવદ,તા.૧૦: હળવદ શહેરના સોનીવાડમાં રહેતો પરિવાર અડધો કલાક ઘર બંધ કરી નજીકમાં આવેલ ગણપતિ બાપા ના દર્શન કરવા જતા જ પાછળથી તસ્કરોએ બંધ પડેલા મકાનમાં ખાબકી રૂપિયા ૨.૬૬ લાખના સોનાના દાગીનાની ચોરી કરી જતા બનાવ અંગે ફરિયાદ નોંધાઇ છે.
જાણવા મળતી વિગતો મુજબ હળવદ શહેરના સોનીવાડમાં રહેતા અને રસોઈ કામ કરતા રાજેન્દ્રકુમાર કળષ્ણપ્રસાદ દવેએ હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, ગત તા.૭ના રોજ રાત્રીના આઠેક વાગ્યે તેઓ તેમના વિસ્તારમાં બેસાડેલા ગણપતિ બાપા ના દર્શન કરવા ગયા હતા અને સાડા આઠેક વાગ્યે ઘરે પરત આવતા ઘરમાં સમાન અસ્ત વ્યસ્ત હોય ચેક કરતા સેટીમાં રાખેલ થેલામાંથી કોઈ અજાણ્યા તસ્કરો સોનાની બે વીંટી, મંગળસૂત્ર, સોનાની ચાર જોડી બુટી અને પેડલ સહિત કુલ મળી ૫૩ ગ્રામ સોનાના દાગીના કિંમત રૂપિયા ૨,૬૬,૦૦૦ની માલમતા ચોરી ગયા હતા. ચોરીના આ બનાવ અંગે હળવદ પોલીસે અજાણ્યા તસ્કર વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.
(9:35 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
