તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 1st September 2024
મોરબીના શનાળા રોડ પર યદુનંદન પાર્ક માં ભૂગર્ભના પાણી છલકાયા
અતિ ભારે વરસાદ બાદ મોરબી શહેરમાં અનેક જગ્યાએ ગટર છલકાવાની સમસ્યા

( પ્રવીણ વ્યાસ દ્વારા ) મોરબી : અતિ ભારે વરસાદ બાદ મોરબી શહેરમાં અનેક જગ્યાએ ગટર છલકાવાના પ્રશ્નો સામે આવ્યા છે ત્યારે સનાળા રોડ પર ચંદ્રનગર ની બાજુમાં આવેલ શ્રી યદુનંદનપાર્ક 19/22માં પણ ભૂગર્ભ ગટર ઉભરાઈ રહી છે.
રહીશોના જણાવ્યા પ્રમાણે છેલ્લા 5-6 દિવસથી શ્રી યદુનંદન પાર્ક 19/22માં ભૂગર્ભ બ્લોકેઝ હોવાના કારણે દરેક શેરીમાં લેટ્રીન, બાથરૂમ તથા દરેકના ટાંકામાં ભૂગર્ભનું પાણી અંદર આવી જવાના કારણે મોટી સમસ્યા ઊભી થઈ છે. તો તાત્કાલિક ધોરણે પાણીનો ક્યાંક ને ક્યાંક નિકાલ કરી આપવામાં આવે નહિતર રોગચાળો ઉભો થાય તેવી સંભાવના છે.
(9:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
