તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 30th August 2024
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભારતીય સૈન્ય દ્વારા ભારે વરસાદની પરિસ્થિતિમાં રાહત બચાવની સરાહનીય કામગીરી

(કૌશલ સવજાણી દ્વારા) દેવભૂમિ દ્વારકા : ભારે વરસાદની પરિસ્થિતિને પગલે સ્થાનિક તંત્ર ઉપરાંત એસ.ડી.આર.એફ., એન. ડી.આર.એફ. ઉપરાંત આર્મી પણ રાહત બચાવની કામગીરીમાં જોડાઈ હતી. દેવભૂમિ દ્વારકા જિલ્લા ખાતે જામનગર સૈન્ય મથકના કેપ્ટન વિશાલ ભારતીની આગેવાની હેઠળ ભારતીય સેનાના જવાનોએ ખંભાળિયા ખાતે પૂરગ્રસ્ત વિસ્તારોમાં સહાય પૂરી પાડીને રાષ્ટ્ર પ્રત્યેની સેનાની અતૂટ પ્રતિબદ્ધતા દર્શાવી હતી. વધતા જતા આપત્તિના જોર સાથે બહાદુર સૈનિકોએ તકલીફમાં રહેલા લોકોની સલામતી અને સુખાકારી માટે રાહત બચાવમાં કોઈ કસર છોડી ન હતી.
(4:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
