<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 30th August 2024

મોરબી ENTના નિષ્‍ણાત તબીબ ડો. હિતેશ પટેલની પૂના ખાતે આયોજિત SEOCON ઈન્‍ટરનેશનલ કોન્‍ફોરન્‍સમાં ફેકલ્‍ટી તરીકે પસંદગી

ઈન્‍ટરનેશનલ કોન્‍ફોરન્‍સમાં વિશ્વના ૨૫ નિષ્‍ણાત તબીબો ભાગ લેશે

(પ્રવિણ વ્‍યાસ દ્વારા)મોરબી તા ૩૦: સમગ્ર વિશ્વના કાન-નાક-ગળાના નિષ્‍ણાત તબીબોની ત્રિદીવસીય ઈન્‍ટરનેશનલ કોન્‍ફોરન્‍સ SEOCON ૨૦૨૪ તાજેતરમાં પૂના ખાતે યોજાવા જઈ રહી છે. જેમાં ભારત તેમજ વિશ્વભર માંથી કુલ ૨૫૦ કાન-નાક-ગળાના નિષ્‍ણાત તબીબો ભાગ લઈ રહ્યા છે. જેમાં ૪૦ જેટલા રાષ્‍ટ્રીય તેમજ આંતરરાષ્‍ટ્રીય કક્ષાના તબીબોની ફેકલ્‍ટી તરીકે પસંદગી થવા પામી છે. જેમાં મોરબીના ઓમ કાન-નાક-ગળાની હોસ્‍પિટલ વાળા નિષ્‍ણાત તબીબ ડો. હિતેશ પટેલની ફેકલ્‍ટી તરીકે પસંદગી થતાં તેમણે સમગ્ર મોરબી જિલ્લાને ગૌરવ અપાવ્‍યુ છે.

મોરબીના ડો. હિતેશ પટેલ Mastoid cavity obliteration વિષય પર પોતાનું વકતવ્‍ય રજુ કરશે તેમજ એન્‍ડોસ્‍કોપી દ્વારા કાનની સર્જરી વિશે માર્ગદર્શન પ્રદાન કરશે.

(12:53 PM IST)