તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 30th August 2024
ઉના પાસે તીર્થધામ ગુપ્ત પ્રયાગમાં કાલથી ૩ દિવસનો અમાસનો લોકમેળો
પિતૃ તર્પણનું મહત્વ : મેળામાં વિનામુલ્યે ભોજન પ્રસાદ ચા પાણી રહેવાની વ્યવસ્થા ગુપ્તપ્રયાગમાં રાયણના ઝાડ નીચે બેસીને ભગવાન શ્રી સ્વામીનારાયણ એ કથા પારાયણ કરી હતી

(નવીન જોષી દ્વારા) ઊના, તા.૩૦: સાત કિલોમીટર અને દેલવાડાથી બે કિલોમીટર જેમનો સ્કંધ પુરાણ મા ઉલ્લેખ કરવામાં આવ્યો છે તેવા તીર્થધામ ગુપ્ત પ્રયાગમા ત્રણ નદીઓનો ગુપ્ત સંગમ થાય છે. સુંદર નૃસિહ ભગવાન અને બળદેવજી ભગવાન નું મંદિર આવેલું છે. મહાપ્રભુજીની ૬૭મી બેઠક આવેલ છે. સ્વામિ નારાયણ ભગવાને આ તીર્થ ધામ મા રાયણ ના ઝાડ નીચે બેસી કથા પારાયણ કરી હતી. તે તીર્થધામમા આગમી તા.૩૧ને શનિવાર થી ભાદરવી અમાસ નિમિત્તે ત્રણ દિવસનો લોકમેળો યોજાશે.
બ્રહ્માનંદ ધામ ચાપરડા ના અને અખિલ ભારતીય સાધુ સમાજના પ્રમુખ શ્રી,પ. પૂ. મુક્તાનંદ બાપુએ જણાવ્યું હતું કે સનાતન ધર્મ પ્રેમી જનતા ને સનાતન સંસ્કળતિ ઉજાગર કરવા ધાર્મિક ઉત્સવ ઉજવવો જોઈએ તેથી ગુપ્ત પ્રયાગ મા ભાદરવી અમાસ નિમિત્તે તા.૩૧/૦૮ને શનિવાર થી ત્રણ દિવસ નો લોક મેળો યોજાશે પ્રથમ દિવસ સવારે ધ્વજા આરોહણ સાથે મેળો ખુલ્લો મુકાશે સાંજે ગુપ્ત પ્રયાગ મા આવેલ ગંગા કુંડ, વિષ્ણુ કુંડ, રુદ્ર કુંડ કાઠે સાંજે ૭/૩૦કલાકે ગંગા મહા આરતી યોજાશે ૧/૯ રવિવારે સાંજે સમગ્ર સૌરાષ્ટ્ર અને દીવ અને ઘોઘલા વિસ્તાર માંથી જેના સ્વજનો અવસાન પામ્યા હોય તેમને યાદ કરી દીપ પ્રગટાવી આખી રાત તર્પણ કરશે તેમજ આયોજકો દ્વારા એક ભજન અને સાહિત્ય લોક ડાયરો યોજવા માં આવશે જેમ સુઙ્કસિદ્ધ કલાકાર લોક સાહિત્ય કાર રાજભા ગઢવી અને સાથી કલાકારો નું વળંદ રમઝટ બોલાવશે
સોમવારે અમાસ ના દિવસે ઙ્કાચીન પીપળા નું પૂજન કરી પિતળ તર્પણ કરશે.
સાંજે પાંચ વાગ્યે મેળા ની પૂર્ણ કરવામાં આવશે. આ સમગ્ર ધર્મિક ઉત્સવ સફળ બનાવવા ઊના તાલુકાના ૧૮ગામ ના આગેવાનો એ તન મન અને ધન થી સેવા કરવા ખાતરી આપી હતી અને મેળા ના ત્રણ દિવસ દરમ્યાન કાયદો અને વ્યવસ્થા અને ટ્રાફિક વ્યવસ્થા જાળવવા ઊના ના પોલીસ ઇન્સ્પેકટર રાણા અને સ્ટાફ અને હોમ ગાર્ડ અને જી.આર.ડી. જવાનો ખડે પગે રહેશે. ત્રણ દિવસ સુધી દરોજ વિના મૂલ્યે ભોજન પ્રસાદ અને ચા , પાણી ની રહેવા ની વ્યસ્થા કરવામાં આવી છે. તો મોટી સંખ્યામાં હાજરી આપવા આયોજકો યાદીમાં જણાવેલ છે.
(11:31 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
