<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 30th August 2024

વડીયા-કુંકાવાવ તાલુકામાં સૌથી વધુ ૯૮૧ મી.મી. અને જાફરાબાદ તાલુકામાં સૌથી ઓછો ૩૯૪ મી.મી. વરસાદ

અમરેલી જિલ્લામાં એકંદરે સારો વરસાદ

અમરેલી તા. ૩૦: જિલ્લામાં ભારે વરસાદની સ્‍થિતિને પહોંચી વળવા, જિલ્લા કલેક્‍ટરશ્રી અજય દહિયાના માર્ગદર્શનમાં અમરેલી જિલ્લા આપત્તિ વ્‍યવસ્‍થાપન સહિતની ટીમ સજ્જ છે.

અમરેલી જિલ્લા આપત્તિ વ્‍યવસ્‍થાપન તંત્રના, તા.૨૯ બપોરે ૧૨ વાગ્‍યાની સ્‍થિતિએ જિલ્લામાં નોંધાયેલા વરસાદના અહેવાલ મુજબ, જિલ્લામાં આ વર્ષે ચોમાસુ ઋતુ દરમિયાન એકંદરે સારો વરસાદ નોંધાયો છે.

અમરેલીના વડીયા-કુંકાવાવ તાલુકામાં સૌથી વધુ કુલ ૯૮૧ મી.મી અને બગસરા તાલુકામાં ૮૫૯ મી.મી. વરસાદ નોંધાયો છે.

અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકામાં ૩૯૯ મી.મી., બાબરા તાલુકામાં ૭૭૮ મી.મી., લાઠી તાલુકામાં ૪૭૧ મી.મી., લીલીયા તાલુકામાં ૫૦૮ મી.મી., અમરેલી તાલુકામાં ૫૧૯ મી.મી. વરસાદ નોંધાયો છે.

ધારી તાલુકામાં ૪૫૩ મી.મી., ખાંભા તાલુકામાં ૫૭૩ મી.મી., રાજુલા તાલુકામાં ૬૩૯ મી.મી વરસાદ નોંધાયો છે. જિલ્લામાં સૌથી ઓછો વરસાદ જાફરાબાદ તાલુકામાં ૩૯૪ મી.મી. નોંધાયો છે.

હાલ જિલ્લામાં તમામ જળાશયો પાણીથી ભરાયેલ હોય આથી ડેમ સાઈટ નજીક અવરજવર ન કરવી,  નદી પટ વિસ્‍તારમાં પણ અવરજવર ન કરવી ઉપરાંત હવામાન વિભાગની ભારે વરસાદની આગાહીના પગલે નાગરિકોને અગમચેતી રાખવા અને કોઈપણ સ્‍થિતિમાં જિલ્લા તેમજ તાલુકા મથકના કંટ્રોલ રુમમાં જાણ કરવા માટે અમરેલી જિલ્લા આપત્તિ વ્‍યવસ્‍થાપન તંત્ર  દ્વારા અનુરોધ છે.                           

મોટા આંકડિયા નાની સિંચાઇ યોજના તેની કુલ સંગ્રહશકિતના ૧૦૦ ટકા એ

મોટા આંકડિયા નાની સિંચાઇ યોજના તેની કુલ સંગ્રહ શક્‍તિના ૧૦૦ ટકા ભરાયેલી છે. ડેમમાં ઉપરવાસમાં પાણીની આવક શરુ છે. ડેમના નીચાણવાળા મોટા આંકડીયા, વેણીવદર, માંગવાપાળ સહિતના ગ્રામ્‍ય વિસ્‍તારના નાગરિકોને નદીના પટ, કાંઠા કે આજુબાજુના વિસ્‍તારમાં ન જવા તેમજ પશુપાલકોને તેમના પશુઓને નદીના પટ, કાંઠા કે આજુબાજુના વિસ્‍તારમાં અવર જવર કરવા ન લઇ જવા, અમરેલી નાની સિંચાઇ પંચાયત પેટા વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેરશ્રીએ એક અખબારી યાદીમાં અનુરોધ કર્યો છે. 

(11:45 AM IST)