News of Friday, 30th August 2024
માળિયાના ઇટાળી ગામના આર્મી મેનનાં પિતા, ભાઇને ટ્રક નીચે કચડી નાંખવાની ધમકી
માંગરોળમાં છકડો રિક્ષાએ હડફેટે સાયકલ સવાર બાળકને ઇજા

(વિનુ જોશી દ્વારા) જૂનાગઢ તા. ૩૦: માળિયા હાટીના તાલુકાના ઇટાળી જાને રહેતા આર્મી મેન ૨૮ વર્ષીય રણજીતસિંહ નથુભાઈ સિસોદિયા ૧૩ ઓગસ્ટના રોજ સવારે પિતા, મોટાભાઈ વગેરે સાથે ઘરે હતા. ત્યારે તેમના જ ગામના વિક્રમસિંહ અને તેનો ભાઈ ધીરુએ આવી સરકારી જમીનમાં નાખેલ પાણીની પાઇપલાઇન કાઢી નાખવાનું કહી પિતા નથુભાઈ અને મોટાભાઈ પ્રવિણસિંહને ટ્રક નીચે કચડીને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ રણજીતસિંહ સિસોદિયાએ કરતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
માંગરોળના કામનાથ ચોકડી વિસ્તારમાં રહેતો ૧૫ વર્ષીય સાહિલ અબ્બાસભાઈ બુમડીયા ૨૧ જુલાઈના રોજ સાયકલ પર વેરાવળ માંગરોળ રોડ ઉપર આવેલ મદ્રેસા ખાતેથી ઘરે જતો હતો ત્યારે પાછળથી જીજે ૧૧ ટીટી ૨૫૮૫ નંબરની છકડો રિક્ષાના ચાલકે સાહિલને સાયકલ સહિત હડફેટમાં લેતા સારવાર માટે જૂનાગઢની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. અકસ્માત બાદ રીક્ષા ચાલક છકડો સ્થળ પર મૂકીને નાસી ગયો હોવાની ફરિયાદ કિશોરના પિતાએ નોંધાવતા પોલીસે શોધખોળ હાથ ધરી હતી.
(10:31 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
