તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 27th August 2024
ચોટીલામાં બે દિવસમાં અનરાધાર 20 ઇચ વરસ્યો
બે તળાવો, પુલ તુટ્યા, રોડ રસ્તા ધોવાયા, સરકારી નબળા બાંધકામોનાં પુરાવાઓ પાણીમા તણાયાં !

ચોટીલા,
સમગ્ર રાજ્યમાં વરસાદનાં એલર્ટ વચ્ચે ચોટીલા પંથકમાં બે દિવસમાં 20 ઇચ વરસાદ વરસતા નાના મોટા તમામ જળાશયો ઓવર ફ્લો થયા છે. પંથકના એવરેજ 100 % વરસાદના આકડાના તમામ રેકોર્ડ ને પાર કરી દિધા છે
તાલુકાનો મોરસલ, ત્રિવેણી ઠાંગા અને ગુંદા ડેમ ઓવરફલો થયેલ છે તો હબિયાસર ગામે જોડતા રસ્તા ઉપર ચાર વર્ષ પહેલા બનેલ પુલ તેના નબળા પીલોરને કારણે મોરસલ ડેમનાં ઓવર ફ્લો નાં પાણીના પ્રવાહમાં પલવારમાં તુટી પડ્યો છે, ભીમગઢ ગામનું તળાવમાં ગાબડુ પડતાં પાણી વહી જવા પામ્યું છે તો શહેરની ભાગોળનું બ્યુટીફિકેશન ની કામગીરી ચાલતા તળાવની એકસ્ટ્રા ઓગાન તુટી પડતાં બાંધકામ અને પ્લાન એસ્ટિમેટ ડીઝાઇન સામે સવાલ ઉભા કર્યા છે, અનેક રોડ રસ્તાઓ ધોવાયા છે, શહેરમાં થોડા મહિનાઓ પહેલા જ સરા રોડ ને તોડીને બનાવાયેલ રોડનાં છોતરાં નિકળી ગયા છે. વિકાસનાં કામો ની નબળાઈ અંગે એક જ વરસાદે લોકોમાં ચર્ચા નો વિષય બનાવી દિધો છે, તો વિપક્ષના આગેવાનોએ નબળાઈ અને ભ્રષ્ટાચારનાં પુરાવાઓ વરસાદમાં તણાયાનો આક્ષેપ જતાવ્યો હતો, પાંજપોળ પાસે ની દુકાનોમાં તેમજ નિચાણવાળા વિસ્તારમાં આવેલ સોસાયટીનાં મકાનોમાં પાણી ઘુસી ગયા હતા
અનેક ઠેકાણે વિજપોલ પડી જતા ગ્રામ્ય વિસ્તારોનાં ફિડરો બંધ પડેલ હતા અને બે દિવસ સુધી અનેક વિજ પુરવઠો બંધ રહ્યો હતો પીજીવીસીએલ ની સ્થાનિક ટીમ સાથે બહારની ટીમોને પણ કાર્યરત કરાઈ છે.
રાજાઓનાં દિવસો હોવાથી જવાબદાર મુખ્ય અધિકારીઓ શુક્રવારનાં સાંજ થી જ રજા ઉપર હતા અને તાલુકો મેઘમહેરમાં ત્રણ દિવસ નોધારા જેવી હાલતમા મુકાયો હતો, આગેવાનોની હારમાળા ધરાવતા તાલુકામાં કુદરતી મેઘ મહેર પણ મુશ્કેલી સામે લડવા પ્રજાજનોને વલખવું પડે તેવી હાલત સર્જાઇ હતી
(10:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
