તા. ૧૨ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ભાદરવા સુદ – ૧ શનિવાર
News of Tuesday, 27th August 2024
ભારે વરસાદની પરિસ્થિતિ વચ્ચે ટંકારા તાલુકાના પ્રા.આ. કેન્દ્ર તેમજ આયુષ્યમાન આરોગ્ય મંદિર ખાતે ૩ ડિલિવરી થયેલ

ટંકારા : હાલમાં ભારે વરસાદની પરિસ્થિતિ વચ્ચે ય જિલ્લા વિકાસ અધિકાી જે. એસ. પ્રજાપતિની ચૂચના તેમજ CDHO ડો. ડી. બી.મહેતા ,RCHO ડો. સંજય સાહ તથા THO ડો.ડી.જી. બાવારવાના માર્ગદર્શન નીચે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર નેકનામ ખાતે ભૂતકોટડા ગામના વાડી વિસ્તારના બે સગર્ભા બહેનોની ડિલિવરી થયેલ. જે માટે આયુષ ડો. એચ. પી. સરવૈયા તથા ફિમેલ હેલ્થ વર્કર સાયમાંબેન કડીવાર તથા યાસ્મીનબેન દેકાવડિયાએ ભારે જહમત ઉઠાવેલ.
આ ઉપરાંત પ્રા. આ. કેન્દ્ર - સાવડી ના બંગાવડી આયુષ્યમાન આરોગ્ય મંદિર ખાતે ખાખરા વાડી વિસ્તારના સગર્ભા બહેનની ડિલિવરી કરવામાં આવેલ જે માટે ફીમેલ હેલ્થ વર્કર ગોપીબેન ભટ તથા CHO ઉનતી કંસારાએ જહેમત ઉઠાવેલ.
(7:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
