તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 25th August 2024
ભાવનગરમાં શીતળા માતાજીના મંદિરે ભાતીગળ લોકમેળો: વરસાદના પણ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

( વિપુલ હિરાણી દ્વારા ) ભાવનગર: શહેરના ઘોઘા રોડ ખાતે આવેલ 150 થી પણ વધારે વર્ષ જૂનું મોટા શીતળા માતાજીના મંદિરે વર્ષોથી શ્રાવણ માસમાં શીતળા સાતમના દિવસે ભાટીગળ લોકમેળાનું ભવ્ય આયોજન થાય છે.
આજે રવિવારે શીતળા સાતમના દિવસે ભાવનગર શહેરમાં સવારથી જ વરસાદ હોવા છતાં મોટી સંખ્યામાં લોકો માતાજીના દર્શન કરવા અને મેળો માણવા ઉમટી પડ્યા હતા. દર વર્ષની જેમ આ વર્ષે પણ શીતળા સાતમ મહોત્સવ સેવા સમિતિ ભાવનગર દ્વારા કંટ્રોલરૂમ ઊભો કરવામાં આવ્યો હતો. જેમાં ભાવિકો ભક્તોને કોઈ અગવડતા ન પડે તેની ખાસ તકેદારી રાખવામાં આવી હતી તેમ સમિતિના પ્રમુખ ઉદયભાઇ મકવાણા , ઉપપ્રમુખ ભરતભાઈ મોણપરા, મંત્રી સાજણભાઈ સાટીયા એ જણાવ્યું હતું. મેળાને લઇ પોલીસ તંત્ર દ્વારા પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો
શીતળા માતાના મંદિર ઉપરાંત ભાવનગર શહેરના શ્રી રૂવાપરી માતાના મંદિરે માઇ ભક્તોની ભીડ જામી હતી.
(7:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
