<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 24th August 2024

જામનગરના પ્રદર્શન મેદાનના શ્રાવણી મેળામાં મશીન મનોરંજનની મોટી ૧૪ રાઇડની મંજૂરી સાથે ૩ લાયસન્‍સ ઇસ્‍યૂ

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર,તા. ૨૪: પાલિકા દ્વારા પ્રદર્શન મેદાનમાં ૩ સપ્‍ટેમ્‍બર સુધીના ૧૫ દિવસના શ્રાવણી લોકમેળાનું આયોજન કરવામાં આવ્‍યું હતું, જેમાં મશીન મનોરંજનની બ્રેક ડાન્‍સ, ટોરાટોરા, મારુતિ મોતનો કૂવો, રેંજર, જોઈન્‍ટ વિલ, ક્રોસ વ્‍હીલ, ડ્રેગન ટ્રેન સહિતની અલગ અલગ ૧૪ મોટી મશીન મનોરંજનની રાઈડ લગાવવામાં આવી છે.

સરકારશ્રીની ગાઈડ લાઇનને અનુલક્ષીને દરેક પ્‍લોટની વચ્‍ચે અંતર રાખીને તેમજ એક પ્‍લોટ માં એક રાઈડ લગાવવાના નિયમની સાથે આ વખતે પ્રદર્શન મેદાનમાં શ્રાવણી મેળો યોજાયો છે.

જે તમામ રાઈડ ચાલુ કરવા માટે જુદા જુદા ત્રણ લાયસન્‍સ ધારકો દ્વારા અરજી કરવામાં આવી હતી, અને જામનગરની પ્રાંત અધિકારીની કચેરી મારફતે આજે મશીન મનોરંજન ની રાઈડ ચલાવવા માટેના લાયસન્‍સ ઇસ્‍યુ કરવામાં આવ્‍યા છે. જે ચાલુ કરવા માટે જરૂરી એવા સોઇલ રિપોર્ટ તેમજ સિવિલ સર્ટિફિકેટ, મિકેનિકલ સર્ટિફિકેટ, ઉપરાંત એનડીટી રિપોર્ટ પણ મેળવાયો છે. જે તમામ જટિલ પ્રક્રિયાઓ પાર કરીને તેમજ તેની જરૂરી ફી જમાવકરીને મેળા સંચાલકો દ્વારા જરૂરી બાહેધરી આપીને મેળાની મંજૂરી લેવામાં આવી છે, અને આખરે ત્રણ દિવસ મોડેથી મેળા શરૂ થયા છે. જે મશીન મનોરંજનની રાઈડમાં બેસવા માટે પ્રત્‍યેક રાઈડના સંચાલકો દ્વારા પચાસ રૂપિયાથી ૭૦ રૂપિયા સુધીની પ્રવેશફી નક્કી કરવામાં આવી છે, અને તે અંગેના લાયસન્‍સ મેળવાયા છે.

(2:14 PM IST)