<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 24th August 2024

વાસાવડ પંથકમાં બે ઇંચ વરસાદ મોલાતને રાહત મળી

વાસાવડમાં ધોધમાર :.. ગોંડલ : તાલુકાના વાસાવડ ગામે ધોધમાર વરસાદને કારણે રોડ પર પાણી ફરી વળ્‍યા ત્‍યારની તસ્‍વીર. (તસ્‍વીર : ભાવેશ ભોજાણી)

ગોંડલ તા. ર૪ :.. તાલુકાના વાસાવડમાં વહેલી સવારથી ધીમી ધારે વરસાદ વરસવો શરૂ થયો હતો. સાંજ સુધીમાં બે ઇંચ વરસાદ નોંધાયો છે.

આસપાસના કેશવાળા, ધરાળા, રાવણા, મોટી ખીલોરી અને પાટ ખીલોરીમાં એક થી દોઢ ઇંચ વરસાદ વરસ્‍યો છે. થોડા વિરામ બાદ વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશાલી છવાઇ છે. અને મોલાતને રાહત મળી છે.

(11:35 AM IST)