તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 24th August 2024
પોરબંદરમાં ખેડૂતો પાસેથી અડદ અને તુવેરની ટેકાના ભાવે સરકાર સીધી ખરીદી કરશે

પોરબંદર,તા. ૨૩: નાફેડ દ્વારા ખેડૂતો પાસેથી અડદ અને તુવેરની ટેકાના ભાવે સીધી ખરીદી કરાશે. આ યોજનાનો લાભ મેળવવા માટે ખેડૂતોને નાફેડના ઈ-સમળદ્ધિ પોર્ટલ પર આગોતરી નોંધણી કરાવવા જણાવ્યું છે.
ભારત સરકારશ્રીની કેન્દ્રીય નોડલ એજન્સી નાફેડ દ્વારા એ.પી.એમ.સી. માંથી નોંધાયેલા ખેડૂતો પાસેથી અડદ અને તુવેરની એ.પી.એમ.સી.ના મહત્તમ અને મોડલ બજાર ભાવ આધારિત ડાયનેમિક પ્રાઈઝ દ્વારા સીધી ખરીદી કરવામાં આવનાર છે. તેમજ તેનું ચૂકવણું ખેડૂતના બેંક ખાતામાં કરવામાં આવનાર છે.
આ યોજનાનો લાભ લેવા માટે ખેડૂતોએ આગોતરી નોંધણી નાફેડના ઈ-સમળદ્ધિ પોર્ટલ પર કરવાની રહેશે. આ યોજનાનો લાભ લેવા ઈચ્છતા ખેડૂતો ઓનલાઈન પોતાના મોબાઈલ નંબર, આધાર કાર્ડ નંબર, ગામ, પાક વગેરે વિગતોને સિલેક્ટ કરી નોંધણી કરાવે અને આ યોજનાનો લાભ લે તેવું જિલ્લા ખેતીવાડી અધિકારીની એક યાદીમાં જણાવ્યું છે.
(9:59 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
