તા. ૩ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૧ બુધવાર
News of Saturday, 24th August 2024
ઉનાઃ મનદુઃખથી ઝઘડામાં મારમારીને ૮૦ હજારના સોના દાગીનાની લૂંટ કરીને મારી નાખવાની ધમકી

(નવીન જોષી દ્વારા) ઉના,તા. ૨૪: તાલુકાના દ્રોણ ગામે અંદરોઅંદર મનદુઃખમાં ઝઘડામાં મારમારીને ૮૦ હજારના સોનાના દાગીનાની લુંટ કરીને મારી નાખવાની ધમકી આવ્યાની ૪ સામે પોલીસ ફરિયાદ નોંધાઇ છે.
ગીર ગઢડા તાલુકાના દ્રોણ ગામે કેશોદ ગામે રહેતી અમીના બેન દાદા ભાઈ દિલાવર ભાઈ બ્લોચ તેમના મામાના ઘરે લગ્ન પ્રસંગે આવેલ હતી અને દ્રોણ ગામે રહેતી તેમની બહેનપણી હીરાબેનના ઘરે બેસવા અને ચા પીવા ગયેલ હતી ત્યારે તેમનો ભાઈ દીપક વલ્લભ ભાઈ પરમાર રે. દ્રોણ આવેલ અને અમીના બેન સરિફા બેન વિરુદ્ધ વાતો કરતા હોવાનુ માની સરીફાબેનને કહેતા સરિફાંબેન, નુરાભાઈ બ્લોચ, તેમની દીકરી અફસાના નુરભાઈ, રૂબિનાબેન નુરાભાઈ રે. તમામ દ્રોણ તા. ગીર ગઢડા વાળા આવે અમીના બેન સાથે ઝગડો કરી ગાળો બોલી માર મારવા લાગેલ હતા.
ઝપાઝપીમા આરોપી મહિલા એ અમીના બેન હાથ ની આંગળી મા પહેરેલ સોનાની વીટી નગ બે પાંચ ગ્રામની રૂપિયા૨૫૦૦૦ની કાઢી લૂંટી લીધી હતી અને આરોપી દીપક ભાઈ વલ્લભ ભાઈ પરમારે ગળા માં પહેરેલ સોનાનો ચેન ૧૦ગ્રામ રૂપિયા ૫૫૦૦૦નો લૂંટ કરી માર મારી જાનથી મારી નાખવા ની ધમકી આપી હતી મારા મારી વખતે તેની બહેન પણી અને માતા વચ્ચે પડી બચાવેલ હતી.
ચાર આરોપીઓ સામે ૮૦હજારના સોનાના દાગીનાની લૂંટ અને માર મારવાની જાનથી મારી નાખવાની ધમકીની ફરિયાદ ગીર ગઢડા પોલીસ સ્ટેશનમા નોંધાવી હતી આ અંગે ગીર ગઢડા પોલીસ સ્ટેશનના પીએસઆઈ નિલેશભાઈ બી. ચોહાણ વધુ તપાસ કરી રહ્યા છે.
(9:57 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
