તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 11th August 2024
મોરબીની ઓમવીવીઆઈએમ કોલેજના વિદ્યાર્થીઓ મેન્ટલ હેલ્થ સ્ક્રિનિંગ કેમ્પમાં જોડાયા.
-સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનો વિજ્ઞાન ભવન ખાતે યોજાયો કેમ્પ

( પ્રવીણ વ્યાસ દ્વારા ) મોરબી :મનોવિજ્ઞાન ભવન, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી તથા વિવેકાનંદ યુથ ક્લબ-રાજકોટ દ્વારા મહર્ષિ અરવિંદ મનોવિજ્ઞાન ભવન, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે મેન્ટલ હેલ્થ સ્ક્રિનિંગ કેમ્પનુ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પ્રવર્તમાન સમયે વધતી જતી માનસિક સમસ્યાઓ જેવી કે ચિંતા, ડિપ્રેશન, આત્મહત્યા વૃતિ, જિદીપણું, આક્રમકતા, ત્રિદોષ, આવેગિક પરિપક્વતા, નિરાશા મનોવલણ, ઈન્ટરનેટ વ્યસન સહિતની માનસિક બાબતોના માપન તેમજ ઉપાય વિશે માર્ગદર્શન ઉપરાંત થેરાપી આપવામાં આવી હતી.
આ કેમ્પમાં મોરબીની નામાંકિત ઓમવીવીઆઈએમ કોલેજના બી.એ. વિદ્યાશાખાના મનોવિજ્ઞાન વિષય પર અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ બહોળી સંખ્યામાં જોડાયા હતા. વિદ્યાર્થીઓને માનસિક સ્વાસ્થ્ય તેમજ માનસિક સમસ્યાઓ વિશે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, મનોવિજ્ઞાન વિદ્યાશાખાના હેડ ડો. યોગેશ જોગસણ દ્વારા તલસ્પર્શી માર્ગદર્શન આપવામાં આવ્યુ હતુ.
આ તકે મોરબી ઓમવીવીઆઈએમ કોલેજ ના પ્રિન્સિપાલ ધર્મેન્દ્રભાઈ ગડેશિયા, ભરતભાઈ વણોલ, ડો.ઉતમ લુણાગરીયા, ભગીરથસિંહ ઝાલા, જાગૃતિબેન કાસુન્દ્રા, મંદાકીનીબેન જોશી, મયુરીબેન લૈયા સહિતનો સ્ટાફગણ વિદ્યાર્થીઓ સાથે જોડાયો હતો
(1:27 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
