<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 10th August 2024

જંગવડના આદિવાસી પરિવારની આત્‍મવિલોપન કરવાની મંજુરી આપવા સુપ્રિમ કોર્ટમાં અરજી

સીઆરપીસી ૧પ૪ મુજબ કરેલ લેખીત ફરીયાદમાં પગલા લેવાના બદલે આટકોટ પોલીસ અને માથાભારે શખ્‍સો હેરાન કરતા હોવાની રજુઆત : મહિલાના સસરાએ રેન્‍જ આઇજીપીને પણ લેખીત રજુઆત કરી

 

રાજકોટ, તા., ૧૧: આટકોટના  જંગવડ ગામે કુંભારવાસ મેઇન બજારમાં રહેતા આદિવાસી ભીલ પરિવારના શીતલબેન કમલેશભાઇ નારીગ્રાએ સુપ્રિમ કોર્ટમાં લેખીત અરજી કરી સ્‍થાનીક પોલીસમાં કરેલ અરજી અંગે કોઇ કાર્યવાહી ન કરી આટકોટ પોલીસ અને માથાભારે શખ્‍સો હેરાન કરતા હોય પરિવારને આત્‍મવિલોપન કરવાની મંજુરી આપવા માંગણી કરેલ છે.

શીતલબેન નારીગ્રાએ ફરીયાદમાં જણાવેલ છેકે, અમો ફરીયાદીએ  ૧પ૬/૩ મુજબ રાજકોટ એટ્રોસીટી કોર્ટના હુકમથી આટકોટ પોલીસ સ્‍ટેશનમાં તા.૪-૯-ર૦રરના રોજ ફરીયાદ દાખલ કરેલ હતી. પોલીસને આ ફરીયાદ લેવાની ફરજ પડતા અમો ફરીયાદી તથા પરિવારને વિરોધી માને છે અને હેરાન કરે છે. આરોપીઓને શરતી  જામીન મળેલા છે અને ગામમાં પ્રવેશ માટે મનાઇ છે છતાં આરોપીઓ અમો ફરીયાદના ઘરની સામે જ રહે છે. પોલીસ રાજકોય દબાણ હેઠળ અમો ફરીયાદીને સમાધાન કરવા દબાણ કરે છે. અમો ફરીયાદીના ઘરના ફળીયામાં સીસીટીવી કેમેરા મુકેલા છે અને તેનું રેકોર્ડર આરોપીના ઘરમાં રાખેલ છે. આ કેમેરાના માધ્‍યમથી લોકેશન મેળવી અમારા ઉપર હુમલાઓ કરવામાં આવેલ છે. અને પોલીસ અમારી ફરીયાદ લેવાને બદલે આરોપીઓને ફરીયાદી બનાવી અમારા વિરૂધ્‍ધ ખોટી ફરીયાદો લેવામાં આવેલ છે.

આટકોટ પોલીસ દ્વારા અમો ફરીયાદી તથા પરિવાર સામે ૩ ખોટી ફરીયાદો લેવામાં આવેલ છે. જેમાં તા.૧૦-૩-ર૧, તા. ર૩-૩-ર૩ તેમજ તા.ર-૪-ર૪ના રોજ અમો ફરીયાદી તથા પરિવાર ઉપર હુમલાઓ થયેલ છે. આ બનાવમાં આટકોટ પોલીસે અમારી ફરીયાદ દાખલ કરવાના બદલે આરોપીઓને ફરીયાદી બનાવી અમો ફરીયાદી તથા પરિવાર ઉપર પોલીસફરીયાદો દાખલ કરવામાં આવેલ છે. પોલીસ અને માથાભારે શખ્‍સોના ત્રાસથી કંટાળી અમો ફરીયાદી તથા ફરીયાદીના પતિ કમલેશભાઇ નારીગ્રા, પ અને ૭ વર્ષની બે પુત્રી તથા સસરા લખમણભાઇ સહીતના પરિવારને  આત્‍મવિલોપન કરવાની મંજુરી આપવા અંતમાં માંગણી કરી છે.

દરમિયાન શીતલબેનના સસરા લખમણભાઇ રાઘવભાઇ નારીગ્રા (રહે. જંગવડ)એ રેન્‍જ આઇજીપી અશોક યાદવને અલગથી લેખીત રજુઆત કરી તેના પુત્રવધુ  શીતલબેન કમલેશભાઇ નારીગ્રાએ તા.પ-૩-૨૦ર૩ના રોજ આરોપી ભુપત ભરવાડ સામે આપેલી લેખીત ફરીયાદ પોલીસ સીઆરપીસી ૧પ૪ મુજબ નોંધેલ ન હોય આ અંગે તપાસ કરી આટકોટના પીએસઆઇ સામે ધોરણસરની કાર્યવાહી કરવા માંગણી કરી છે.

(4:52 PM IST)