તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 10th August 2024
લજાઇ પાસે મોરબીના રોહીતભાઇ ઝાલાનું અકસ્માતમાં મોત
પ્રોૈઢે રાજકોટની હોસ્પિટલમાં દમ તોડયો

રાજકોટઃ તા. ૧૦: મોરબીની સબજેલ સામે રહેતા પ્રોૈઢનું લજાઇ પાસે વાહન અકસ્માતમાં મોત નિપજયુ હતું.
મળતી વિગત મુજબ મોરબીની સબજેલ સામે રહેતા રોહીતભાઇ શીવરાજભાઇ ઝાલા (ઉ.વ. ૫૦) બે દિવસ પહેલા લજાઇ ગામ પાસે વાહન અકસ્માતમાં તે ઇજાગ્રસ્ત હાલતમાં પડેલ હોઇ તેને ૧૦૮ મારફતે સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા ત્યાં ગઇકાલે તેનું સારવાર દરમ્યાન મોત નિપજયું હતું આ બનાવ અંગે ટંકારા પોલીસે તપાસ હાથ ધરી છે.
(2:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
