તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 9th August 2024
કોટડા સાંગાણી તાલુકા રાજપૂત (ક્ષત્રીય) સમાજ દ્વારા માણેકવાડા ખાતે રવિવારે સરસ્વતી સન્માન સમારંભ
શંકરસિંહજી વાઘેલા, અશોકસિંહ પરમાર, શ્રીમતી ગીતાબા જાડેજા સહીતના અગ્રણીઓની ઉપસ્થિતિ

રાજકોટ, તા., ૯: કોટડા સાંગાણી તાલુકા રાજપૂત (ક્ષત્રીય) સમાજનો ૧૩ મો સરસ્વતી સન્માન સમારંભ તા.૧૧ને રવિવારે સવારે ૯ થી ૧ દરમિયાન માણેકવાડા ગામે ક્ષત્રીય સમાજ ખાતે યોજાવા જઇ રહયો છે. તાલુકા રાજપૂત સમાજના તેજસ્વી વિદ્યાર્થી ભાઇ-બહેનોનું અદકેરૂ સન્માન શ્રી શંકરસિંહજી વાઘેલાના અધ્યક્ષસ્થાને યોજાશે. કાર્યક્રમનું ઉદઘાટન શ્રીમતી ગીતાબા જયરાજસિંહ જાડેજા, ધારાસભ્યશ્રી ગોંડલ દ્વારા કરવામાં આવશે. મુખ્ય મહેમાન તરીકે શ્રી અશોકસિંહ પરમાર (પુર્વ નાયબ સચિવ ગાંધીનગર અને મેનેજીંગ ટ્રસ્ટી આઇએએસ-આઇપીએસ એકેડમી), પ્રવિણસિંહજી જાડેજા (સોળીયા), ડો. દિકપાલસિંહ જાડેજા (પ્રાધ્યાપક કૃષ્ણકુમારસિંહજી-ભાવનગર) અને ડો.કિશોરસિંહજી સોલંકી (પ્રાધ્યાપક અને ચિંતક-ગાંધીનગર) ઉપસ્થિત રહેશે.
(3:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
