તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 9th August 2024
ધોરાજીના નારર્કોટીક- ડ્રગ્સના કેસમાં પકડાયેલ આરોપીની જામીન અરજી મંજુર
ધોરાજીના નારર્કોટીક- ડ્રગ્સના કેસમાં પકડાયેલ આરોપીની જામીન અરજી મંજુર

રાજકોટ તા.૯: ધોરાજી પોલીસ સ્ટેશનમા નારકોટીક્સ ડ્રગ પદાર્થે અધીનીયમની કલમો મુજબની ફરીયાદ નોંધવામા આવેલ હતી અને જે સબબ આરોપીની ધરપકડ થતા આરોપીએ ગુજરાત હાઈકોર્ટમાં જામીન મેળવવા અરજી કરતા અદાલતે જામીન અરજી મંજુર કરી હતી.
આ કેસની ટુકમા હકીકત એવી છે કે આ કામના ફરીયાદી અને તેમની સાથેનો પોલીસ સ્ટાફ એસ.ઓ.જી ને લગતી કામગીરી સબબ પેટ્રોલીંગમા હતા દરમ્યાન ફરતા ફરતા ધોરાજી ત્રણ દરવાજા પાસે પહોંચતા ખાનગી રાહે બાતમી મળેલ કે શફી સલીમભાઈ ઢીબ રહે. વોંકળા કાંઠે, આઝાદ સોડાની બાજુમાં, ધોરાજી વાળો પોતાના રહેણાંક મકાનમાં કોઈપણ લાઈસન્સ કે આધર વગર ગેરકાયદેસર રીતે નશાકરક પ્રતીબંધીત શીરપની બોટલ રાખી તેનું વેચાણ કરે છે તેવી ચોક્કસ અને ભરોસાપાત્ર માહીતી મળેલ હતી જેથી રેડ કરતા બાતમી વાળો ઈસમ મળી આવેલ હતો અને ઘરની અંદર તપાસ કરતાં બ્લૂ કલરના ઢાંકણા વાળી પ્રવાહી ભરેલી ૧૦૦ એમએલની કુલ ૩૮ નંગ બોટલ મળી આવેલ હતી અને સાયનટીફીક અધીકારી દ્વારા તપાસ કરતાં આ બોટલમાં એન. ડી. પી. એસ મુજબ પ્રતીબંધીત કોડેન હોય તેવું જણાઈ આવતા અને આરોપી પાસે ડોક્ટરનું કોઈ પ્રિસ્ક્રીપશન ના હોય તેવું જણાઈ આવેલ હતું અને જે સબબ ની વિગતવાર ફરીયાદ ધોરાજી પોલીસ સ્ટેશનમાં નોધવામાં આવેલ હતી અને તપાસ દરમીયન આ બોટલો ઉમર હુસેનભાઈ સીડા રહે. જુનાગઢ વાળ પાસેથી ખરીદેલાનું જણાઈ આવતા આરોપીની અટક કરી અટક કરી રાજ્કોટ જીલ્લા જેલ ખાતે મોકલી આપવામા આવેલ હતા.
આરોપીની અટક થયા બાદ અને ચાર્જશીટ થઈ જતા ઉમર હુસેનભાઈ સીડા રહે જુનાગઢ વાળાએ પોતાના એડવોકેટશ્રી મારફત જામીન મુક્ત્ત થવા માટે ગુજરાત હાઈકોર્ટ સમક્ષ જામીન મુક્ત્ત થવા માટે જામીન અરજી કરેલ હતી. જે અન્વયે આરોપીઓ વતી રોકાયેલ એડવોકેટશ્રીએ કરેલ દલીલ તેમજ જામીન અરજી સંદર્ભે હાઈકોર્ટ તેમજ સુપ્રીમ કોર્ટના ચુકાદાઓ ધ્યાનમા રાખી ગુજરાત હાઈકોર્ટ દ્વારા આરોપીને જામીન મુક્ત્ત કરવાનો હુકમ ફરમાવેલ હતો. આ કામે આરોપી વતી એડવોકેટશ્રી રણજીતભાઈ એમ. પટગીર, સાહીસ્તાબેન એસ. ખોખર, પ્રહલાદસિંહ બી. ઝાલા, મીતેશ એચ. ચાનપુરાં તેમજ હાઈકોર્ટમાં એમ. આઈ. સૈયદ રોકાયેલ હતા.
(2:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
