News of Friday, 9th August 2024
વિરપુર પાસે વિદેશી દારૂનો જથ્થો ભરેલ કાર સાથે રાજકોટનો ક્રિશ ભાલારા પકડાયો
રૂરલ એલસીબીએ ઇકો કાર અને દારૂ સહિત પ.૦પ લાખનો મુદામાલ કબ્જે કર્યોઃ રાજકોટના રાહુલ વાણીયા અને ચોટીલાના કુલદીપની શોધખોળ તસ્વીરમાં પકડાયેલ શખ્સ અને દારૂ ભરેલી કાર નજરે પડે છે.

રાજકોટ તા. ૯: વિરપુરના પીઠડીયા ટોલનાકા પાસેથી વિદેશી દારૂનો જથ્થો ભરેલી કાર સાથે રાજકોટના શખ્સને રૂરલ એલસીબીએ ઝડપી લીધો હતો. જયારે રાજકોટ અને ચોટીલાના બે શખ્સોની શોધખોળ હાથ ધરાઇ છે.
જીલ્લાના નાયબ પોલીસ મહાનીરીક્ષક જયપાલસિંહ રાઠોડ એ વિદેશી દારૂના ગણનાપાત્ર કેશ શોધી કાઢવા સુચના આપેલ હોય જે સુચના અન્વયે એલ.સી.બી. રાજકોટ ગ્રામ્યના પોલીસ ઇન્સ્પેકટર વી. વી. ઓડેદરા તથા ડી. જી. બડવાના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. સ્ટાફ પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન પો. હેડ કોન્સ. અનીલભાઇ ગુજરાતી, દિવ્યેશભાઇ સુવાને સંયુકત બાતમી હકિકત આધારે વીરપુર પીઠડીયા ટોલનાકા પાસેથી ઇકો કારમાંથી ભારતીય બનાવટની ઇંગ્લી દારૂની બોટલ નંગ રર૮ સાથે (૧) ક્રિશ કીશોરભાઇ ભાલારા રહે. રાજકોટ રૈયા રોડ બ્રહ્મ સમાજ ચોક જ્ઞાનજીવન સોસાયટી શેરી નં. ર ને ઝડપી લીધો હતો. જયારે રાહુલ જીતુભાઇ વાણીયા રહે. રાજકોટ તથા કુલદિપ ઉફેર્ઢ લાંબો રહે. ચોટીલાના નામો ખુલતા શોધખોળ હાથ ધરાઇ છે.
રૂરલ એલસીબીએ દારૂની બોટલો નંગ-રર૮ કિ. રૂ. ૮પ,પ૦૦/ મો. ફોન નંગ-૧ કી. રૂ. ૧પ,૦૦૦/- તથા ઇકો કાર રજી. નં. જીજે-૦૩-એનએફ-૯૦૧૭ કિ. રૂ. ૪,૦૦,૦૦૦/- મળી કુલ રૂ. પ,૦પ,પ૦૦/-નો મુદામાલ કબ્જે કરી પકડાયેલ શખ્સને વિરપુર પોલીસને હવાલે કર્યો હતો.
આ કાર્યવાહીમાં રૂરલ એલસીબીના એ.એસ.આઇ. બ્રીજરાજસિંહ જાડેજા, રવિદેવભાઇ બારડ, બાલકૃષ્ણ ત્રિવેદી, પો. હેડ કોન્સ. દિગ્વિજયસિંહ રાઠોડ, વાઘાભાઇ આલ, નિલેશભાઇ ડાંગર, રાજુભાઇ સાંબડા, હરેશભાઇ પરમાર, પો. કોન્સ. પ્રકાશભાઇ પરાર, મેહુલભાઇ સોનરાજ, મહીપાલસિંહ ચુડાસમા તથા ડ્રા. પો. કોન્સ. અબ્દુલભાઇ શેખ જોડાયા હતા
(2:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
