<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 9th August 2024

મોરબી જિલ્લાની સરકારી કચેરીઓમાં કર્મચારીઓની સમયસર હાજરી બાબતે આકસ્મિક મુલાકાત : ૧૮ કર્મચારીઓ ગેરહાજર

મોરબી કલેકટર કે.બી. ઝવેરીની સૂચનાથી

 (પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી તા ૯ :મોરબી જિલ્લામાં આવેલી વિવિધ વિભાગોની જિલ્લા કક્ષાની કચેરીઓમાં કર્મચારીઓ તથા અધિકારીઓ સમયસર આવે છે કે નહી તેની ચકાસણી કરવા બાબતે જિલ્લા કલેકટર કે.બી. ઝવેરીની સુચનાનુસાર વિવિધ નાયબ કલેકટરઓની ટીમ બનાવીને તા.૦૮/૦૮/૨૦૨૪ના રોજ ૧૦-૩૦ કલાકે તાલુકા સેવા સદન, લાલબાગ ખાતે તથા જિલ્લા સેવા સદન, શોભેશ્વર રોડ ખાતેની જિલ્લા કક્ષાની વિવિધ કચેરીઓમાં આકસ્મિક તપાસણી કરવામાં આવી હતી.

 કલેકટરની સૂચના હેઠળ મોરબીમાં સિવિલ હોસ્પિટલ, જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, નાયબ નિયામક, અનુસુચિત જાતિ કલ્યાણની કચેરી, S.S.N.L.ની વિવિધ બ્રાંચ કેનાલની કચેરીઓ, S.S.N.L.ડિવિઝનલ ઓફિસ, સીટી સર્વે સુ-ીટેન્ડેન્ટની કચેરી, ના.કા.ઇ. યોજના બાંધકામ પેટા વિભાગ તથા ના.કા.ઇ. ક્ષાર અને અંકુશ પેટા વિભાગની કચેરી ખાતે તપાસણી કરવામાં આવી હતી.

 જે અન્વયે કચેરી સમય દરમિયાન વિવિધ કચેરીઓમાં તપાસણી સમયે કુલ ૧૮ અધિકારી/કર્મચારીઓ ગેરહાજર હતા. આ તપાસણી દરમિયાન જે અધિકારી/કર્મચારીઓ કચેરી સમય દરમિયાન કચેરીમાં ગેરહાજર હતા તેમની સામે નિયમોનુસાર કાર્યવાહી કરવા સંબંધિત કચેરીના વડાઓને સુચના આપવામાં આવી હતી

(1:59 PM IST)