તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Friday, 9th August 2024
મોરબી સર્કિટ હાઉસ ખાતે મોરબી જિલ્લા NSUIની કારોબારી

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી તા ૯ : મોરબી સર્કિટ હાઉસ ખાતે મોરબી જિલ્લા NSUIની કારોબારીનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કારોબારીમાં વડગામના ધારાસભ્ય જીગ્નેશભાઈ મેવાણી તથા સેવાદળના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજીભાઈ દેસાઈ, મોરબી જિલ્લા NSUIના પ્રમુખ ભાવનીક મુછડિયા, મોરબી જિલ્લા NSUIના ઉપપ્રમુખ રાજ ટુંડિયા તથા મોરબી જિલ્લા NSUIના તમામ કાર્યકરો હાજર રહ્યા હતા અને આવતીકાલે ૯-૮-૨૦૨૪ના રોજ મોરબી શહેરના દરબારગઢ ખાતેથી ગુજરાત ન્યાયયાત્રાનું આયોજન થવાનું છે. તેમાં NSUIની ભૂમિકા વિશે ચર્ચા કરવામાં આવી હતી
(2:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
